આર્ટિકલ 370: યોગેશ્વર દત્ત, બબીતા, સાક્ષી મલિક સહિત અન્ય રેસલરોએ સરકારની કરી પ્રશંસા
કેન્દ્ર સરકારે સોમવારે જમ્મૂ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનાર આર્ટિકલ 370ને પૂરો કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને યોગેશ્વર દત્ત, દંગલ ગર્લ ગીતા, બબીતા ફોગાટ અને સાક્ષી મલિકનું સમર્થન મળ્યું છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોમવારે મોટો નિર્ણય લીધો હતો. નરેન્દ્ર મોદી સરકારે જમ્મૂ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા આર્ટિકલ 370ને રદ્દ કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને યોગેશ્વર દત્ત, દંગલ ગર્લ ગીતા, બબીતા ફોગાટ અને સાક્ષી મલિકે સમર્થન કર્યું છે. આ બંન્નેએ સોશિયલ મીડિયાના માધ્યમથી મોદી સરકારની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પર ખુલીને પોતાની વાત રાખવા માટે જાણીતા ઓલિમ્પિક મેડાલિસ્ટ યોગેશ્વરે ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો છે. બીજી તરફ બબીતાએ હરિયાણવી અંદાજમાં સરકારને શુભેચ્છા આપી છે.
2012 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું માન વધારનાર પહેલવાન યોગેશ્વરે ટ્વીટ કર્યું, 'કાશ્મીરથી કલમ 370 હટાવવાનો સરકારનો નિર્ણય ભારત માટે ઐતિહાસિક નિર્ણય છે. સરકાર બન્યા બાદ થોડા દિવસમાં પોતાના ઘોષણાપત્ર પર આપવામાં આવેલા વચનને સરકારે પૂરુ કર્યું છે. સાથે તેણે આ મામલાને લઈને સરકારનો વિરોધ કરનાર લોકોને પણ જવાબ આપ્યો છે. તેણે લખ્યું, 'જે પણ સરકાર આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે તે યાદ રાખે કે આ વિષય છે, જેના માટે બહુમતની સરકાર બની છે.''
બીજા ટ્વીટમાં લખ્યું- કલમ 370 હટવાથી જે લોકો છાપી કુટી રહ્યાં છે, તે તેવા લોકો છે જે 70 વર્ષથી અત્યાર સુધી કાશ્મીરી લોકોની લાશો પર પોતાનો હાથ સેકી રહ્યાં છે. આજે ઐતિહાસિક દિવસ છે, જ્યારે તમામ દેશના લોકોની છાતી ફુલી ગઈ છે, દેશમાં પ્રથમવાર લોકોએ કેન્દ્રની સરકારની તાકાત જોઈ છે. જય હિંદ, જય ભારત...
બીજી તરફ રિયલ દંગલ ગર્લ બબીતા ફોગાટે હરિયાવણી અંદાજમાં લખ્યું,- લઠ ગાડ દિયા, ધુમ્મા ઠા દિયા. તેણે આ ટ્વીટની સાથે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને અમિત માલવીયને પણ ટેગ કર્યું છે.
તેણે આ દિવસને ખાસ ગણાવતા લખ્યું- દેશની આઝાદી જોવાનું મને સૌભાગ્ય મળ્યું નથી, કાશ્મીરને 370થી મુક્તિ મળી જાય તે મારૂ પરમ સૌભાગ્ય હશે. મહત્વનું છે કે અર્જુન એવોર્ડ વિજેતા રેસલર બબીતા ફોગાટ ગીતા ફોગાટની બહેન છે.
બબીતાની મોટી બહેન રેસલર ગીતા ફોગાટે લખ્યું, 'સ્વતંત્ર ભારતમાં એક ઐતિહાસિક નિર્ણય. અખંડ ભારત. ભારત સરકારને આ ઐતિહાસિક પગલા માટે ધન્યવાદ.'
ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકે લખ્યું- આર્ટિકલ 370ની સમાપ્તિ દેશ માટે ગૌરવ અને આનંદની અપ્રતિમ ક્ષણ છે. ગર્વની આ અનોખી ક્ષણની દેશ અને દેશવાસિઓને શુભેચ્છા.