નવી દિલ્હીઃ રિષભ પંતની ઘણીવાર તે વાતને લઈને આલોચના કરવામાં આવે છે કે તે પોતાની ટીમને ફિનિશિંગ લાઇન સુધી લઈ જતો નથી. પરંતુ દિલ્હી કેપિટલ્સના સ્કાઉટિંગ પ્રમુખ પ્રવીણ આમરેને લાગે છે કે, આ ટીકા બેકાર છે, કારણ કે 'તમે આ પ્રકારના વિશેષ ખેલાડીની નૈસર્ગિક પ્રતિભાને નિયંત્રિત ન કરી શકો.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમરેએ પંત વિશે કહ્યું, 'મેં રિષભ પંતને ત્રણ વર્ષ પહેલા જોયો હતો (જ્યારે તે દિલ્હી સાથે જોડાયો હતો) અને હવે તેને જોઉ છું તો મને લાગે છે કે, તેમાં ઘણી સારી વસ્તુ થઈ છે.' તેમાં તે 'એક્સ ફેક્ટર' છે અને તે પોતાના દમ પર મેચોમાં જીત અપાવી શકે છે. 


પંત ટીમનો ટોપ સ્કોરર છે, તેણે 16 મેચોમાં 488 રન બનાવ્યા છે. એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પણ પંતે વિજયી ઈનિંગ રમી હતી, પરંતુ તે ફિનિશ કરવામાં અસફળ રહ્યો હતો. 


IPL 2019 Final MI vs CSK: મુંબઈ અને ચેન્નઈ વચ્ચે ફાઇનલ ફાઇટ, જાણો કોણ છે કોના પર ભારે 


દિલ્હીના આઈપીએલ 2019માં પ્રદર્શન વિશે આમરેએ કહ્યું, 'આ પરિણામ શાનદાર છે કારણ કે રિકી (પોન્ટિંગ) અને સૌરવ (ગાંગુલી)ની આગેવાની વાળી મેનેજમેન્ટે આ યુવા ટીમના માર્ગદર્શનમાં ઘણો પ્રયાસ કર્યો છે. અંતમાં અમે દિલ્હીના પ્રશંસકોને સકારાત્મક પરિણામ આપી શક્યા.'