લંડનઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન યૂનિસ ખાને કહ્યું કે, વિરાટ કોલહી ઉભરતા પાકિસ્તાની ક્રિકેટરો માટે આદર્શ છે અને તે ભારતીય કેપ્ટનની શૈલી અને હાવ-ભાવને અપનાવવા ઈચ્છે છે. યૂનિસ ખાને ઈન્ડિયા ટુડેના કાર્યક્રમ 'સલામ ક્રિકેટ 2019'માં કહ્યું, વિરાટ કોહલીને પાકિસ્તાની ખુબ પસંદ કરે છે. આજ ઘણા પાકિસ્તાની ખેલાડી તેની જેમ બનવા ઈચ્છએ છે. તેના જેવી ફિટનેસ અને હાવભાવ ઈચ્છે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

World Cup 2019: બે મેચ હાર્યા બાદ ભારત વિરુદ્ધ કઈ રણનીતિથી ઉતરશે ડુ પ્લેસિસ? 


વિરાટ ન રમ્યો તો એશિયા કપમાં ખાલી રહ્યાં સ્ટેડિયમ
યૂનિસ ખાને કહ્યું કે, ક્રિકેટ વિશ્વ કપ 2019માં કોહલી ભારતની સફળતાની ચાવી હશે. તેણે કહ્યું, તે એશિયા કપમાં ન રમ્યો તો સ્ટેડિયમ ખાલી રહ્યાં હતા. તે વિશ્વકપમાં ભારત માટે મોટો ખેલાડી છે. ક્રિકેટ વિશ્વ કપ 2019માં ભારત અને પાકિસ્તાનનો સામનો 16 જૂને માનચેસ્ટરમાં થશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન વિશ્વકપમાં ક્યારેય ભારતને હરાવી શકી નથી.