જોધપુરઃ લેજેન્ડ્સ લીગની પ્રથમ ક્વોલીફાયર ઈન્ડિયા કેપિટલ્સ અને ભલવાડા કિંગ્સ વચ્ચે જોધપુરમાં રમાઈ હતી. આ મેચને ગૌતમ ગંભીરની આવેલાનીવાળી ઈન્ડિયા કેપિટલ્સે 4 વિકેટથી જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. પરંતુ મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી. આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભીલવાડા કિંગ્સના યૂસુફ પઠાણ ઈન્ડિયા કેપિટલ્સના ફાસ્ટ બોલર મિશેલ જોનસન સાથે ટકરાતા જોવા મળી રહ્યો ચે. આ શાબ્દિક જંગ થોડા સમય બાદ મારામારી પર પહોંચી ગયો હતો. 


વાયરલ વીડિયોમાં પહેલા યૂસુફ પઠાણ અને મિશલ જોનસન વચ્ચે શાબ્દિક જંગ જોવા મળી રહ્યો છે, થોડી સેકેન્ડ બાદ બંને ખેલાડી એકબીજાની નજીક આવી જાય છે અને પછી જોનસન પઠાણને ધક્કો મારે છે. બાદમાં ત્યાંથી હસ્તા-હસ્તા જોનસ ચાલ્યો જાય છે.  આ દરમિયાન બંને ટીમના અન્ય ખેલાડીઓ સહિત અમ્પાયરે પણ વચ્ચે બચાવમાં આવવું પડ્યું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube