કોણ બનશે ભારતનો આગામી યુવરાજ સિંહ? યુવીએ આ નામની કરી ભવિષ્યવાણી
ટીમ ઇન્ડિયાના પૂર્વ ધાકડ બેટ્સમેન યુવરાજ સિંહે (Yuvraj Singh) જણાવ્યું કે, કયો ભારતીય ક્રિકેટર તેના જેવો લાગે છે અને કયા ખેલાડીમાં તે પોતાની ઝલક જોવે છે. યુવરાજ સિંહે ભારતને 2007 અને 2011 નો વર્લ્ડ કપ (World Cup) જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ ધાકડ બેટ્સમેન યુવરાજ સિંહે (Yuvraj Singh) જણાવ્યું કે, કયો ભારતીય ક્રિકેટર તેના જેવો લાગે છે અને કયા ખેલાડીમાં તે પોતાની ઝલક જોવે છે. યુવરાજ સિંહે ભારતને 2007 અને 2011 નો વર્લ્ડ કપ (World Cup) જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. યુવરાજ સિંહ આ બંને વર્લ્ડ કપમાં 'મેન ઓફ ધ ટૂર્નામેન્ટ' (Man of the Tournament) રહ્યો હતો.
યુવરાજ સિંહે કરી ભવિષ્યવાણી
યુવરાજ સિંહે (Yuvraj Singh) જણાવ્યું કે, ભારતનો આગામી યુવરાજ કોણ બની શકે છે. યુવરાજ સિંહના જણાવ્યા અનુસાર હાર્દિક પંડ્યા (hardik pandya), રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને ઋષભ પંત તે કરી શકે છે, જે પોતે યુવીએ 2007 ટી-20 વર્લ્ડ કપ અને 2011 વન ડે વર્લ્ડ કપમાં કર્યું હતું. યુવરાજે કહ્યું કે, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને ઋષભ પંતની (rishabh pant) ટુકડી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ધમાલ મચાવી શકે છે.
આ પણ વાંચો:- TOKYO OLYMPIC: દેશની મેડલની આશા પુરી કરશે ભારતીય બોક્સર MARY KOM?
આ છે ટીમ ઈન્ડિયાના બેસ્ટ હિટર્સ
યુવરાજ સિંહે (Yuvraj Singh) ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું, 'આપણને કેટલાક સારા હિટર્સ મળ્યા છે. આપણી પાસે ઋષભ પંત (rishabh pant) છે. આપણી પાસે હાર્દિક પંડ્યા (hardik pandya) છે. મને લાગે છે કે ઋષભ પંત અને હાર્દિક પંડ્યા સાથે વધુને વધુ વનડે અને ટી 20 મેચ રમી રહ્યા છે. સાથે બેટિંગ કરતી વખતે આ ખૂબ વિસ્ફોટક જોડી છે.
આ પણ વાંચો:- જેને ડોકટરે એક સમયે કીધું 'તું ક્યારેય દોડી નહીં શકે' એ ખેલાડી ભારત માટે Olympics માં દોડશે!
ગમે ત્યારે બદલી શકે છે મેચનું વલણ
યુવરાજ સિંહે (Yuvraj Singh) વધુમાં કહ્યું કે તમારી પાસે અમારી પાસે રવિન્દ્ર જાડેજા છે. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja), હાર્દિક પંડ્યા અને ઋષભ પંત કોઈપણ સમયે મેચનું વલણ બદલી શકે છે. જાડેજાએ વનડે અને ટી 20 ક્રિકેટમાં ઘણો સુધારો કર્યો છે, લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન હંમેશા જોખમી રહે છે, જેમ કે હું અને ધોની હતા. તેથી હું ઋષભ (rishabh pant), હાર્દિક (hardik pandya) અને જાડેજાને 5, 6 અને 7 સ્લોટ પર બેટિંગ કરતા જોવા માટે ઉત્સુક છું.
આ પણ વાંચો:- SL vs IND: ખતરામાં પડી શકે છે ભારત-શ્રીલંકા સિરીઝ, બેટિંગ કોચ ફ્લાવર કોરોનાથી સંક્રમિત
કોણ બનશે ટીમ ઇન્ડિયાનો આગામી કેપ્ટન
યુવરાજ સિંહે (Yuvraj Singh) ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, 'હું ઋષભ પંતને (rishabh pant) ભાવિ ભારતીય કેપ્ટન તરીકે પણ જોઉં છું, કારણ કે તે ઉછળ-કૂદ કરનારો, ચુલબુલો અને ખેલાડીઓ સાથે વાત કરનારો ખેલાડી છે, પણ મને લાગે છે કે તેની પાસે એક સ્માર્ટ દિમાગ છે.
આ પણ વાંચો:- Tokyo Olympics 2020: જાપાનના ટોક્યોમાં કોરોના ઇમરજન્સી લાગૂ, ઓલિમ્પિક સમાપ્ત થવા સુધી બહારના લોકોને નહીં મળે એન્ટ્રી
યુવરાજ સિંહે જણાવ્યું આ નામ
યુવરાજ સિંહે (Yuvraj Singh) કહ્યું, 'ઋષભ પંતને મેં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતા પણ જોયો છે. તેથી આવતા વર્ષોમાં તે ભારતીય ટીમનો આગામી કેપ્ટન બની શકે છે. ઋષભ પંતમાં (rishabh pant) કેપ્ટન બનવાના તમામ ગુણો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube