નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર (Stuart Broad)ને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ (England vs West Indies)ની પ્રથમ મેચમાં બહાર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજી ટેસ્ટમાં જ્યારે સામેલ કરવામાં આવ્યો તો બ્રોડે પોતાના પ્રદર્શનથી બધા ટીકાકારોને શાંત કરી દીધા. સીરિઝની ત્રીજી અને અંતિમ મેચમાં બ્રોડે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી લીધી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનાર સાતમો અને ઈંગ્લેન્ડનો બીજો બોલર બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તકે ઘણા ખેલાડીઓએ તેને શુભેચ્છા આપી છે. શુભકામનાઓ આપનારમાં પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) સામેલ છે. યુવરાજ અને બ્રોડનું નામ જ્યારે પણ એક સાથે આવે તો વર્લ્ડ ટી20મા યુવરાજ દ્વારા બ્રોડની એક ઓવરમાં ફટકારવામાં આવેલી છ સિક્સને યાદ કરવામાં આવે છે. 


500 ટેસ્ટ વિકેટ ઝડપનાર વિશ્વનો 7મો બોલર બન્યો સ્ટુઅર્ટ બ્રોડ, એન્ડરસનની ક્લબમાં સામેલ


દિગ્ગજોની લિસ્ટમાં સામેલ થયો બ્રોડ
મંગળવારે સ્ટુઅર્ટ બ્રોડે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી હતી. બ્રોડે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રેગ બ્રેથવેટને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે, જેણે 800 વિકેટ ઝડપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર