યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના જીવનમાં ઉથલપાથલ! શું બન્નેના થશે છૂટાછેડા?
Yuzvendra Chahal and Dhanashree Verma: ભારતના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડાની અફવા ચાલી રહી છે. આ અફવાઓએ હાલ સોશિયલ મીડિયા પર સુનામી લાવી દીધું છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા અને તેમના લગ્ન ઘણા લોકો માટે આશ્ચર્યજનક હતા. યુઝવેન્દ્રને પ્રેમથી યુજી કહેવામાં આવે છે, તે એક ઉત્તમ ભારતીય ક્રિકેટર છે, જ્યારે તેની પત્ની ધનશ્રી એક કોરિયોગ્રાફર છે.
Yuzvendra Chahal and Dhanashree Verma: ભારતના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડાની અફવા ચાલી રહી છે. આ અફવાઓએ હાલ સોશિયલ મીડિયા પર સુનામી લાવી દીધું છે. ગયા વર્ષે 2024માં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાએ બધાને ચોંકાવી દીધા હતા અને હવે નવા વર્ષની શરૂઆતમાં જ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના સમાચારે સનસનાટી મચાવી દીધી છે.
શું યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચેનો સંબંધ તૂટી ગયો?
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા બન્નેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. યુઝવેન્દ્ર ચહલે પણ ધનશ્રી વર્મા સાથેની પોતાની એક તસવીર સિવાયની તમામ તસવીરો હટાવી દીધી છે, જેણે આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલના લગ્ન જીવનમાં સમસ્યાઓની અફવાઓ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતી.
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
શું છૂટાછેડાની અફવાઓ સાચી છે?
આ કપલની નજીકના એક સૂત્રએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, છૂટાછેડાની અફવાઓ સાચી છે. સૂત્રએ કહ્યું કે, 'છૂટાછેડા નિશ્ચિત છે અને સત્તાવાર બનવામાં હવે ટૂંક સમયની વાત છે. તેમના અલગ થવાના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી, પરંતુ તે સ્પષ્ટ છે કે દંપતીએ અલગ-અલગ જીવન જીવવાનું નક્કી કર્યું છે.'
વર્ષ 2020માં થયા હતા ચહલ અને ધનશ્રીના લગ્ન
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા અને તેમના લગ્ન ઘણા લોકો માટે આશ્ચર્યજનક હતા. યુઝવેન્દ્રને પ્રેમથી યુજી કહેવામાં આવે છે, તે એક ઉત્તમ ભારતીય ક્રિકેટર છે, જ્યારે તેની પત્ની ધનશ્રી એક કોરિયોગ્રાફર છે. તેણી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાને 'અભિનેત્રી, કલાકાર અને ડોક્ટર' તરીકે જણાવે છે.
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
કેવી રીતે થયા ચહલ અને ધનશ્રીના લગ્ન?
નોંધનીય છે કે, ધનશ્રી વર્માએ વર્ષ 2024માં ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 11'માં ભાગ લીધો હતો. શોમાં જ્યારે હોસ્ટ ગૌહર ખાન અને રિત્વિક ધનજાનીએ ધનશ્રી વર્માને યુઝવેન્દ્ર ચહલ સાથેની તેની લવ સ્ટોરી વિશે પૂછ્યું, ત્યારે ધનશ્રીએ કહ્યું કે, તે યુજીને ડાન્સ શીખવતી હતી અને આ રીતે તેમની વચ્ચે પ્રેમ ખીલ્યો હતો.
ચહલ અને ધનશ્રીની લવ સ્ટોરી
યુઝવેન્દ્ર ચહલ અને તેની લવ સ્ટોરી શેર કરતી વખતે ધનશ્રી વર્માએ કહ્યું હતું કે, 'કોવિડ -19 લોકડાઉન (2020) દરમિયાન કોઈ મેચ થઈ રહી ન હતી અને તમામ ક્રિકેટરો ઘરે બેઠા હતા અને નિરાશ થઈ રહ્યા હતા. પછી યુજીએ ડાન્સ શીખવાનું નક્કી કર્યું. યુઝવેન્દ્ર ચહલે મારા ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર જોયા હતા અને તે સમયે હું ડાન્સ શીખડાવતી હતી. તેથી તેમણે મારો સંપર્ક કર્યો અને મારા વિદ્યાર્થી બનવા કહ્યું. હું તેને શીખવવા સંમત થઈ ગઈ અને બાકીના જેમ તેઓ કહે છે, ઈતિહાસ છે.'