IPL 2023: યુઝવેન્દ્ર ચહલે આઈપીએલમાં રચ્યો ઈતિહાસ, બધાને પાછળ છોડી બનાવ્યો મહારેકોર્ડ
IPL 2023: ભારતીય ટીમ અને આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રમાઈ રહેલી મેચમાં ઈતિહાસ રચી દીધો છે. તે આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.
કોલકત્તાઃ Yuzvendra Chahal Record: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં યુઝવેન્દ્ર ચહલે કમાલ કરી દીધો છે. તેણે દિગ્ગજોને પછાડતા પોતાના નામે આઈપીએલનો મહારેકોર્ડ કરી લીધો છે. હવે તે બધાથી આગળ નિકળી ગયો છે. કોલકત્તા રનાઇટ રાઇડર્સ સામે મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. ચહલે પ્રથમ ઈનિંગ દરમિયાન મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ચહલ બન્યો નંબર-1
રાજસ્થાન રોયલ્સ અને કેકેઆર વચ્ચે આ મેચમાં ચહલે જ્યારે વિકેટ ઝડપી તો તે આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે આ મામલામાં ડ્વેન બ્રાવોનો રેકોર્ડ તોડ્યો છે. બ્રાવોએ આઈપીએલમાં 183 વિકેટ લીધી હતી, પરંતુ હવે ચહલના નામે 186 વિકેટ થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ ICC ODI Rankings: ટીમ ઈન્ડિયા પાકિસ્તાનથી પાછળ, અફઘાનિસ્તાનની પણ મોટી છલાંગ
શાનદાર ફોર્મમાં છે ચહલ
યુઝવેન્દ્ર ચહલ વર્તમાન સીઝનમાં લયમાં આવી ગયો છે. તેણે અત્યાર સુધી 12 મેચમાં 18 વિકેટ ઝડપી છે. તેની એવરેજ 19.33ની અને ઇકોનોમી રેટ 8.12નો રહ્યો છે. આ સાથે તે બે વખત ચાર વિકેટ લેવામાં સફળ રહ્યો છે. તેનો બેસ્ટ સ્પેલ 17 રન આપી ચાર વિકેટ છે.
ટોપ-5 બોલર જેમણે સૌથી વધુ વિકેટ લીધી
IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં ચહલ ટોપ પર છે. તેના પછી 183 વિકેટ સાથે ડ્વેન બ્રાવોનો નંબર આવે છે. ત્રીજા નંબર પર પીયૂષ ચાવલા આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. તેના નામે 174 વિકેટ છે. આ યાદીમાં અમિત મિશ્રા ચોથા નંબર પર છે. તેના નામે 172 વિકેટ છે. તે વર્તમાન સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે. પાંચમા નંબરે રાજસ્થાન રોયલ્સના રવિચંદ્રન અશ્વિન છે. તેના નામે 171 વિકેટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube