અબુધાબીઃ ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર (Zaheer Khan) ખાને સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા વધારવા માટે દેશમાં ટેસ્ટ સેન્ટર (Test Centers) બનાવવાના કેપ્ટન વિરાટ કોહલીના (Virat Kohli) વિચારનું સમર્થન કર્યું છે. ઝહીરનું (
Zaheer Khan) આ સાથે કહેવું છે કે ભારત જેવા મોટા દેશમાં ટેસ્ટ સેન્ટરની (Test Centers) સંખ્યા પાંચથી વધી હોવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

41 વર્ષીય પૂર્વ ફાસ્ટ બોલરે અહીં કહ્યું, 'ટેસ્ટ સેન્ટર વસ્તુને સરળ બનાવે છે. આ થિયરી સારી છે, પરંતુ તેની સંખ્યા પર ચર્ચા થઈ શકે છે. મને લાગે છે કે દેશના આકારને જોતા પાંચની સંખ્યા ખુબ ઓછી છે. ટેસ્ટ ક્રિકેટના વિકાસને ધ્યાનમાં રાખતે હું ટેસ્ટ સેન્ટરના પક્ષમાં છું.'


ટેસ્ટમાં સાબિત કરવા માટે ઘણું બધુ
ટેસ્ટ ક્રિકેટ હજુ ભારતમાં ખુબ લોકપ્રિય છે. પરંતુ મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચનાર દર્શકોની સંખ્યામાં વધુ વધારો થયો નથી. ઝહીરનું માનવું છે કે ટેસ્ટ ફોર્મેટ હજુ પણ ક્રિકેટનું સૌથી મહત્વપૂર્ણ છે. ઝહીરે કહ્યું, 'જેમ મેં પહેલા કહ્યું છે, મને લાગે છે કે રમતમાં નાના ફોર્મેટ આવવાથી ટેસ્ટ ક્રિકેટને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટ હજુ પણ આ રમતનું સૌથી શુદ્ધ રુપ છે. દરેક ખેલાડી ક્રિકેટનો આનંદ લેવા ઈચ્છે છે અને ટેસ્ટ મેચ ઉચ્ચતમ સ્તર છે જ્યાં ખેલાડીઓની પાસે સાબિત કરવા માટે ઘણું બધુ હોય છે.'


ICC Rankings: શમી બોલરોના રેન્કિંગમાં ટોપ-10મા પહોંચ્યો, મયંકને પણ થયો મોટો ફાયદો


ડે-નાઇટ મેચ જરૂરી
ભારત માટે 92 ટેસ્ટ મેચ રમી ચુકેલા ઝહીરે કહ્યું, 'મને લાગે છે કે ભવિષ્યમાં તમારે વનડે અને ટી20 ફોર્મેટમાં ઘણી બધી ત્રણ અને ચાર ટીમોની સિરીઝ જોવા મળશે જે પ્રશંસકો માટે રમતને રોમાંચક બનાવી રાખવા માટે આયોજીત કરવામાં આવશે. દિવસ-રાતની મેચ ટેસ્ટ ક્રિકેટને રોમાંચક બનાવી રાખવા માટે જરૂરી છે.'


ગાંગુલીની પ્રશંસા
તેણે બીસીસીઆઈના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલીની પણ પ્રશંસા કરી હતી. ઝહીરે કહ્યું, 'સૌરવ પાસે અમને બધાને ઘણી આશાઓ છે. જ્યારે તેણે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું ત્યારે તેણે સારૂ કામ કર્યું હતું. તેણે સંપર્ક લીધા બાદથી ક્રિકેટ સાથે સંપર્ક જાળવી રાખ્યો અને રમતના વિકાસ માટે લગનથી કામ કરી રહ્યો છે. તેણે સીએબીની સાથે ખુબ સારૂ કામ કર્યુ હતું. તે હવે બીસીસીઆઈના અધ્યક્ષ છે અને મને વિશ્વાસ છે કે તે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે સારૂ કામ કરશે.'


લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube