T20 ક્રિકેટમાં ઝિમ્બાબ્વેએ કર્યો કમાલ, 20 ઓવરમાં ફટકાર્યા 344 રન, તોડી દીધા બધા રેકોર્ડ
Zimbabwe vs Gambia: ઝિમ્બાબ્વેએ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બનાવી દીધો છે. આ સાથેં તેણે વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. ઝિમ્બાબ્વે માટે કેપ્ટન સિકંદર રઝાએ આક્રમક બેટિંગ કરતા 43 બોલમાં અણનમ 133 રન ફટકાર્યા હતા.
Sikandar Raza: ઝિમ્બાબ્વેએ T20 ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે 20 ઓવરમાં 344 રન બનાવીને રમતના સૌથી ટૂંકા ફોર્મેટના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. સિકંદર રઝાએ 43 બોલમાં સાત ચોગ્ગા અને 15 છગ્ગાની મદદથી અણનમ 133 રન બનાવ્યા હતા.
ઝિમ્બાબ્વે નૈરોબીમાં ICC પુરૂષ ટી20 વિશ્વકપ સબ રીઝનલ આફ્રિકી ક્વોલીફાયર ગ્રુપ બીમાં રમી રહ્યું છે અને મોજ-મસ્તીની સાથે રેકોર્ડ તોડી રહ્યું છે. ઝિમ્બાબ્વેએ ચાર દિવસ પહેલા સેશેલ્સ વિરુદ્ધ 286/5 નો સ્કોર બનાવ્યો હતો અને હવે તેણે આ ફોર્મેટમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો છે.
ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ સ્કોર (Highest totals in T20Is)
ઝિમ્બાબ્વે- 344/4 વિ ગેમ્બિયા, ઓક્ટોબર 2024
નેપાળ- 314/3 વિ મોંગોલિયા, સપ્ટેમ્બર 2023
ભારત- 297/6 વિ બાંગ્લાદેશ, ઓક્ટોબર 2024
ઝિમ્બાબ્વે- 286/5 વિ સેશેલ્સ, ઓક્ટોબર 2024
અફઘાનિસ્તાન- 278/3 વિ આયર્લેન્ડ, ફેબ્રુઆરી 2019
મેચમાં શું થયું?
મેચની વાત કરીએ તો ઝિમ્બાબ્વેએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને પાવરપ્લેમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. છ ઓવર બાદ તેનો સ્કોર 103/1 હતો. બ્રાયન બેનેટે 50 રન બનાવ્યા જ્યારે તદીવાનાશે મારૂમાનીએ 19 બોલમાં 62 રન ફટકાર્યા હતા. સિકંદર રઝાએ 33 બોલમાં સદી ફટકારી હતી, જે ટી20 ઈતિહાસમાં સંયુક્ત રૂપથી બીજી સૌથી ઝડપી સદી છે.
ક્લાઇવ મંદેડેએ પણ અણનમ અડધી સદી ફટકારી હતી. ઝિમ્બાબ્વેએ પોતાની ઈનિંગમાં કુલ 27 સિક્સ ફટકારી, જે પણ વર્લ્ડ રેકોર્ડ છે. તેણે નેપાળ દ્વારા ફટકારવામાં આવેલા 26 છગ્ગાનો રેકોર્ડ તોડી દીધો હતો. આખરે ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 344 રન ફટકારી દીધા છે.
આ પણ વાંચોઃ ત્રણ વર્ષ બાદ ટેસ્ટ મેચ રમશે ટીમ ઈન્ડિયાનો આ મેચ વિનર! રોહિત-ગંભીર થશે મહેરબાન!
ભારતે આ મહિનાની શરૂઆતમાં હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 297 રન ફટકાર્યા હતા. આ કોઈ પણ ફુલ મેમ્બર નેશન માટે સૌથી મોટો સ્કોર હતો, પરંતુ રેકોર્ડ માત્ર 11 દિવસમાં ઝિમ્બાબ્વેએ તોડી નાખ્યો છે.
પૂર્ણ સભ્ય દેશોનો T20Is માં સૌથી વધુ સ્કોર (Highest totals in T20Is for full-member nations)
ઝિમ્બાબ્વે- ઓક્ટોબર 2024માં ગેમ્બિયા સામે 344/4
ભારત- ઓક્ટોબર 2024માં બાંગ્લાદેશ સામે 297/6
ઝિમ્બાબ્વે- ઓક્ટોબર 2024માં સેશેલ્સ સામે 286/5
અફઘાનિસ્તાન- ફેબ્રુઆરી 2019માં આયર્લેન્ડ સામે 278/3
ઈંગ્લેન્ડ- ડિસેમ્બર 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે 267/3
સંપૂર્ણ સભ્ય રાષ્ટ્રનો અર્થ
એટલે કે મોટી ટીમો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલમાં સંપૂર્ણ મતદાન અધિકારો ધરાવતી ટીમોની 12 સંચાલક મંડળો અને જે સત્તાવાર ટેસ્ટ મેચો રમે છે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે.