MS Dhoniની લાડલીનો વીડિયો સોશિયલ મિડિયામાં થયો વાયરલ, જાણો કેમ...
જીવા તેની ક્યૂટ તસવીરો અને નટખટ વીડિયોથી જીવા તેના લાખો ફેન્સનું દિલ જીતનારી જીવાનો વીડિયો ફરી ચર્ચામાં આવ્યો છે.
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની બેટી જીવા એકવાર ફરી તેની માસૂમ અને નટખટ પરંતુ નવા અંદાજ માટે ફરી ચર્ચામાં આવી છે. તેની ક્યૂટ તસવીરો અને નટખટ વીડિયોથી જીવા તેના લાખો ફેન્સનું દિલ જીતનારી જીવાનો વીડિયો ફરી ચર્ચામાં આવ્યો છે. આ વખતે જીવાનો વીડિયો સલૂનથી આવ્યો છે. જીવા તેના હરેકટિંગ માટે સલૂનમાં ગઇ જ્યાં તેનો વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ વીડિયો વાયરલ થયો છે.
વાંચવા માટે ક્લિક કરો: Asian Champion's Trophy: હરમનપ્રીતની હેટ્રિક, ટીમ ઇન્ડિયા રમશે સેમીફાઇનલમાં...
ફોટગ્રાફથી લાગી રહ્યું છે કે જીવાને હેરકટિંગનો આ અનુભવ ખુબ જ પસંદ આવ્યો છે. પહેલા પણ જીવાનો મેકઅપ કરતો ક્યૂટ ફોટોગ્રાફ ફેન્સને ઘણો પસંદ આવ્યો હતો. ફોટામાં દેખાઇ રહ્યું છે કે જીવાનો આ વીડિયો તેમની માતા સાક્ષીએ બનાવ્યો છે. જીવા આ વીડિયોમાં થોડી નર્વસ જરૂર લાગી રહી છે પરંતુ તેનાથી વધારે તો તેના હેરકટ માટે એક્સાઇટેડ લાગી રહી છે.
T20 World Cup: અમારી ટીમના સમર્થકો વધ્યા, આશા અને દબાણ પણ વધ્યું- હરમનપ્રીત
આ ઉપરાંત જીવાના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર વિરાટ કોહલીની એક તસવીર પણ શેર થઇ છે. જેમાં વિરાટ કોહલીએ 10 હજાર રન પૂરા કર્યા વિશે લખવામાં આવ્યું છે. વિરાટની આ તસવીરની સાથે તેમાં આ યાદી આપવામાં આવી છે કે વિરાટ કોહલીએ કેટલી વન-ડે મેચમાં તેણે 10 હજાર રનની સફર કરી છે. વિરાટ કોહલીએ હાલમાં જ વેસ્ટ ઇન્ડિઝની સામે વન-ડે સીરીધની બીજી મેચમાં તેના 10 હજાર રન પૂરા કર્યા છે. તે દરમિયાન જીવાના પિતા એમએસ ધોની પણ વિરાટની સાથે જ બેટિંગ કરી રહ્યા હતા. ધોનીએ પાતની ઇન્ટરનેશનલ વન-ડેમાં 10 હજાર રન પૂરા કરી ચુક્યો છે. ધોનીએ 329 વન-ડેમાં 10143 રન બનાવી ચુક્યો છે. તેમાં તે મેચ પણ શામેલ છે જેમાં ધોની એસિયા ઇલેવન તરફથી રમી રહ્યો હતો. આ રીતે ધોનીએ ભારત માટે રમાઇ ચુકેલી વન-ડેમાં 10 હજાર રન પુરા કર્યા છે.