100 કરોડ સ્માર્ટફોન પર મોટો ખતરો, સરળતાથી ડેટા ચોરી કરી શકે છે હેકર્સ
100 કરોડ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર મોટો ખતરો છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોનને ગૂગલ તરફથી જરૂરી સિક્યોરિટી અપડેટ મળી રહી નથી. અપડેટ ન થવાથી આ સ્માર્ટફોનને હેકર્સ સરળતાથી હેક કરી શકે છે.
નવી દિલ્હીઃ યૂઝરોના ડેટાની સિક્યોરિટી પર એકવાર ફરી સવાલ ઉઠી રહ્યાં છે. હાલમાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જૂના એન્ડ્રોઇડ વર્ઝન પર કામ કરી રહેલા 100 કરોડ સ્માર્ટફોન પર હેકિંગનો ખતરો છે. સાઇબર સિક્યોરિટી ફર્મ Which? પ્રમાણે આ સ્માર્ટફોનને હવે ગૂગલ અપડેત આપતું નથી. અપડેટ ન મળવાને કારણે જૂના એન્ડ્રોઇડ ઓએસ પર કામ કરનારા ડિવાઇસ હેકર્સ માટે સરલ ટાર્ગેટ છે.
40% ડિવાઇસમાં એન્ડ્રોઇડ 6 કે તેથી જૂની OS
ગૂગલ હવે માત્ર એન્ડ્રોઇડ 10, 9 પાઈ અને 9 ઓરિયો માટે જ સિક્યોરિટી પેચ રોલઆઉટ કરે છે. તેવામાં એન્ડ્રોઇડ 7 કે તેથી જૂના વર્ઝન વાળા સ્માર્ટફોન યૂઝ કરી રહેલા યૂઝરોના પર્સનલ ડેટાની ચોરીનો ખતરો ઘણો વધી ગયો છે. પાછલા વર્ષે ગૂગલે એક ડેટા જારી કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિશ્વભરમાં રહેલા એન્ડ્રોઇડ ડિવાઇસમાંથી 40 ટકા હજુ પણ એન્ડ્રોઇડ 6 કે તેથી જૂના વર્ઝનના છે.
અપડેટ્સ વિશે આપવી જોઈએ સાચી જાણકારી
પોતાના રિપોર્ટને સાચો સાબિત કરવા માટે સિક્યોરિટી ફર્મે જૂના એન્ડ્રોઇડ ઓએસ વાળા ઘણા ડિવાઇસને ખરીદ્યા અને તેને મેલવેયરસ (વાયરસ)થી ઇન્ફેક્ટ કર્યાં. સિક્યોરિટી અપડેટ ન મળવાને કારણે આ તમામ ડિવાઇસમાં સરળતાથી વાયરસને પહોંચાડી દેવામાં આવ્યો હતો. શોધકર્તાએ ભાર આપતા કહ્યું કે, ડેટા સિક્યોરિટી માટે સૌથી જરૂરી છે કે સ્માર્ટફોન કંપનીઓ યૂઝરને ડિવાઇસને મળતી તમામ અપડેટ્સની સાચી જાણકારી આપે.
એક વર્ષમાં બંધ કરી દે છે સિક્યોરિટી અપડેટ
ગૂગલ હજુ પણ પિક્સલ અને એન્ડ્રોઇડ વન પર કામ કરતા ડિવાઇસને ત્રણ વર્ષ સુધી જરૂરી સિક્યોરિટી અપડેટ આપે છે. તો બીજા મેન્યુફેક્ચર એક કે બે વર્ષ બાદ જ સિક્યોરિટી પેચ આપવાનું બંધ કરી દે છે. સિક્યોરિટી ફર્મે કહ્યું કે, એન્ડ્રોઇડ ડિવાઇઝ માટે પણ વિન્ડોઝ અને આઈઓએસની જેમ લાંબા સમય સુધી સિક્યોરિટી અપડેટ આપવી જોઈએ.
અપડેટના મામલામાં આગળ છે એપલ અને માઇક્રોસોફ્ટ
એપલ પોતાના યૂઝરોની સિક્યોરિટીને લઈને ખુબ ગંભીર રહે છે. આ કારણ છે કે કંપનીએ વર્ષ 2016માં આવેલા iPhone SEને પાછલા વર્ષે લોન્ચ થયેલ iOS 13 આપી હતી. આ રીતે વર્ષ 2009માં રિલીઝ થયેલા વિન્ડોઝ 7ને અપડેટ મળવાનું આ વર્ષે બંધ થયું છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube