નવી દિલ્હી : દેશમાં આશરે 10 લાખ લોકો વ્હોટ્સએપ પેમેન્ટ (WhatsApp Payment)નું પરિક્ષણ કરી રહ્યા છે. કંપનીનાં એક અધિકારીએ કહ્યું કે, અમે ભારત સરકાર, એનપીસીઆઇ અને અન્ય કેટલીક બેંકો સાથે મળીને કામ કરી રહ્યા છીએ. જેમાં તેનો વિસ્તાર હજી પણ વધારે લોકો સુધી કરવામાં આવી શકે છે. વ્હોટ્સએપ પેમેન્ટ ફીચરને પેટીએમ સામે પડકાર મળશે. ગત્ત થોડા સમયથી તેનું બીટા ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ફેસબુકનાં એકમ વ્હોટ્સએપ દ્વારા અત્યાર સુધી પોતાની સેવા ચાલુ કરવાની તારીખ અંગે જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તેનું ટેસ્ટિંગ આગામી થોડા સમયમાં ચાલુ થવાની આશા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વ્હોટ્સએપ પ્રવક્તાએ જણાવ્યું કે ,આશરે 10 લાખ લોકો વ્હોટ્સએપ પેમેન્ટ ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. અમને ઘણો પોઝીટીવ રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકો મેસેજ મોકલવાની જે પદ્ધતીઓ દ્વારા પૈસા મોકલવાની સુવિધાનો આનંદ લઇ રહ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે, વ્હોટ્સએપ ભારત સરકાર, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફઇન્ડિયા (NPCI) અને અન્ય કેટલીક બેંકો સાથે મળીને કામ કરી રહ્યા છે, જેનાં કારણે મહત્તમ લોકો સુધી આ ફિચરને પહોંચાડવામાં આવી શકે અને દેશની ડિજિટલ ઇકોનોમિને સપોર્ટ કરી શકાય.

ઉલ્લેખનીય છેકે વ્હોટ્સએપને યૂનિફાઇડ પેમેન્ટર ઇન્ટરફેસ (UPI)નાં માધ્યમથી આર્થિક લેવડ દેવડ બેંકો સાથે કરવાની પરવાનગી મળી ચુકી છે. તે અગાઉ પેટીએમનાં સંસ્થાપક વિજય શેકર શર્માએ આરોપ લગાવ્યો હતો કે , વ્હોટ્સએપ ચુકવણીનું પ્લેટફોર્મ યુઝર્સ માટે સુરક્ષીત નથી. અને તે ભારત સરકાર દ્વારા અપાયેલી ગાઇડલાઇનનું પાલન કરતું નથી. આરબીઆઇએ તામ ચુકવણીની પ્રણાલી માટે સંચાલકો માટે ફરજીયાત કર્યું છે કે ચુકવણી સંબંધિત આંકડાઓ માત્ર ભારતમાં સ્ટોર કરવામાં આવવા જોઇએ. તેને પુરા કરવા માટે તેમને 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.