લોન્ચ થયા પહેલા જ હિટ થયો મોબાઇલ : 11 લાખ લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન
ખુબ જ ઓછી કિંમતમાં હાઇટેક સ્માર્ટફોન જેવી સુવિધાઓ મળી રહી હોવાથી માંગ વધી
નવી દિલ્હી : વન પ્લસે પોતાનાં ફ્લેગશિપ મોબાઇલ વન પ્લસ 5Tને ઇન્ડિયામાં લોન્ચ કરી દીધો છે. આજે ફોનની પેહલી ફ્લેગશિપ શરૂ કરાયો હતો. આ ફોન એમેઝોન પર ઉપલબ્ધ હશે. ખાસ વાત છે કે આ ફોનનાં ફ્લેશ સેલ પહેલા જ આ ફોન માટે 11 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. રજીસ્ટ્રેશનને જોતા સ્માર્ટફોનની લોકપ્રિયતાનો અંદાજ લગાવવામાં આવી શકે છે. કંપનીએ ફોન 6GB અને 8GB રેમ સાથે બજારમાં ઉતારવામાં આવ્યો છે.
શું છે ફોનની કિંમત
6જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વાળા ફોનની કિંમત 32999 રૂપિયા અને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજવાળા ફોનની કિમત 37999 રૂપિયા રખાઇ છે. 21 નવેમ્બરનાં ફ્લેશ સેલ માત્ર એમેઝોનનાં પ્રાઇમ મેમ્બર્સ માટે રખાયો હતો. જો કે તમામ પ્રકારનાં ગ્રાહકો માટે ઓપન સેલ 28 નવેમ્બરે ચાલુ થશે.
આ ફોનમાં શું છે ખાસ
વન પ્લસ ફાઇવ ટીની ખાસ વાત છે તે તેમાં ફેસ અનલોક જેવી ઘણી હાઇટેક સુવિધાઓ આપવામાં આવી છે. જો કે તેમ છતા પણ તેની કિંમત વન પ્લસ ફાઇવ જેટલી જ રાખવામાં આવી છે. આ જ કારણ છે કે સેલ પહેલા 11 લાખ જેટલા યુઝર્સ દ્વારા તેનાં માટે રજીસ્ટ્રેશન કરી દેવામાં આવ્યું છે. યુઝર્સને ઓછી કિંમતમાં હાઇટેક ફિચર્સવાળો ફોન મળી રહ્યો છે. બીજી તરફ કંપનીની આ સ્ટ્રેટેજીથી વન પ્લસ 5નાં યુઝર્સ નિરાશ થઇ શકે છે.
ફાસ્ટ પ્રોસેસર
પ્રોસેસિંગનાં મુદ્દે આ ફોન કોઇ પણ મોબાઇલ સામે ટક્કર લઇ શકે છે. ક્વોલકોમ સ્નેપડ્રેગનનું 835 પ્રોસેસર આપવામાં આવ્યું છે. વન પ્લસ 5ટી આ પ્રોસેસર સાથે આવનારો સૌથી સસ્તો ફોન છે. આ પ્રોસેસર નોકિટા 8, સેમસંગ ગેલેક્સી એસ8, ગેલેક્સી 8 અને એલજી v30માં આપવામાં આવ્યું છે. આ તમામ મોબાઇલની કિંમત 40 હજારથી માંડીને 60 હજારની વચ્ચે છે. જ્યારે વન પ્લસ મોબાઇલ 5ટી મોબાઇલ 32999 રૂપિયામાં મળી રહ્યો છે.
8GBનો સૌથી સસ્તો સ્માર્ટફોન
વન પ્લસ ફાઇવ ટીની સૌથી મોટી એક ખાસીયત છે કે સૌથી સસ્તો સ્માર્ટફોન છે. તેની કિંમત અન્ય કંપનીઓનાં 6 જીબીવાળા ફોન કરતા પણ ઓછી રાખવામાં આવી છે.
મોટી ડિસપ્લે
ફોનમાં 6.01 ઇન્ચની ફુલ એચડી ડિસપ્લે આપવમાં આવી છે. જેનું રેજોલ્યુશન 1080*2160 પિક્સલ છે. બીજા ફોનમાં સેમસંગ ગેલેક્સી નોટ 8, LG G6, જેવા ઘણા અન્ય મોબાઇલમાં આ ડિસપ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે આ મોબાઇલ તુલનાએ ઘણા મોંઘા હોય છે.
દમદાર કેમરો
ફોનમાં લોઅર અર્પચરની સાથે અપડેટ કેમેરો અપાયો છે. આ ફોનમાં f/1.7 નું અપર્ચર આપવામાં આવ્યું છે જે ઓછી લાઇટમાં પણ સારા ફોટા ખેંચવા માટે કેપેબલ બનાવે છે. ફોનથી બ્રાઇટ ફોટો સારી રીતે લઇ શકાય છે.