નવી દિલ્હી: અગ્રણી ટૂ-વ્હીલર નિર્માતા કંપની હોંડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડીયા (HMSI) એ 2018 CB Hornet 160R લોંચ કરી દીધી છે. આ પહેલાં આ બાઇકને કંપની ઓટો એક્સપો 2018માં બાઇક લર્વસ માટે રજૂ કરી હતી. કંપનીએ સીબી હાર્નેટ 160Rને ચાર વેરિએન્ટમાં લોંચ કરી છે. તેનું એંટ્રી લેવલ વેરિએન્ટની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 84,675 રૂપિયા છે. તો બીજી તરફ હાઇ લેવલ વેરિએન્ટની કિંમત 92,675 રૂપિયા છે. તેના ચાર વેરિએન્ટ સ્ટાર્ડડ, CBS, ABS અને ABS ડીલક્સ છે. ઓટો એક્સપોમાં કંપનીએ X- બ્લેડ, એક્ટિવા 5 G અને 2018 હોંડા સીબીઆર 250આરને પણ લોંચ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવો ડૈઝલ યલો મેટાલિક કલર ઉમેર્યો
હોંડા દ્વારા ઇંડિયન માર્કેટમાં 2018 Honda CB Hornet 160R બીજી સૌથી વ્યાજબી મોટરસાઇકલ છે જેમાં ઓપ્શનલ ABS (એંટી બ્રેકિંગ સિસ્ટમ) આપવામાં આવી છે. આ પહેલાં કંપનીએ  2018 CBR 250R ને લોંચ કરી હતી. તેમાં ગ્રાફિક્સને અપડેટ કર્યા હતા. આ વખતે કંપનીએ નવા ડૈઝલ યલો મેટાલિક કલરને ઉમેર્યો છે. જેમાં રેગુલર ગ્રી, માર્સ ઓરેંજ, એથલેટિક મેટાલિક અને સ્પોર્ટ્સ રેડ કલરને સામેલ કર્યો છે.



એંજીનમાં કોઇ ફેરફાર કર્યો નથી
બાઇકના એંજીનમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. CB હોર્નેટ 160R મા6 162.71cc એંજીન છે જે 8,500rpm પર 14.9bhp ની પાવર અને 6,500rpm પર 14.5Nm નો ટોર્ક આપે છે. બાઇકમાં 5 સ્પીડ ગિયર બોક્સનું સ્ટાર્ડડ વેરિએન્ટનું વજન 138kg અને CBS ટ્રિમ વેરિએન્ટનું વજન 140kg છે. 


ફ્રંટ અને રિયરમાં ડિસ્ક બ્રેક
ડાયમંડ ટાઇપ ફ્રેમ પર બેસ્દ નવી હોર્નેટના ફ્ર6ટમાં ટેલીસ્કોપિક સસ્પેંશન અને રિયરમાં મોનોશોક આપવામાં આવ્યા છે. બ્રેકિંગ માટે તેના ફ્રંટમાં 276 એમએમ ડિસ્ક બ્રેક રિયરમાં 220ની ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. CB Hornet 160R નો મુકાબલો Bajaj Pulsar NS 160, TVS Apache RTR 160 4V અને Yamaha FZ-S સાથે થશે.