નવી દિલ્હી: પ્રદૂષણના વધતા જતા સ્તર વચ્ચે સરકાર સતત ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેંદ્રિત કરી રહી છે. આ દરમિયાન સમાચાર આવ્યા કે ટોચની કાર નિર્માતા કંપની હ્યુંડાઇ (Hyundai) પોતાની પહેલી ઇલેક્ટ્રિક કારને ભારતમાં લાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કંપનીની નવી કારનું નામ (KONA) છે. એક ટોચની ઓટો વેબસાઇટના અનુસાર હ્યુંડાઇ કોના ઇલેક્ટ્રિક એસયૂવીને જેનેટા મોટર શોમાં પ્રદર્શિત કરવામાં આવી. તેના કોન્સેપ્ટ વર્જનને ગ્રેટર નોઇડામાં ફેબ્રુઆરીમાં આયોજિત થયેલા ઓટો એક્સપો 2018માં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી વર્ષે ભારતમાં આવવાની આશા
હવે સમાચાર છે કે ઇન્ડીયન માર્કેટમાં તેને આગામી વર્ષ સુધી લોંચ કરવામાં આવી શકે છે. જો આમ થાય છે કે તો આ ભારતમાં હ્યુંડાઇની પહેલી ઇલેક્ટ્રિક કાર હશે. એવી આશા છે કે હ્યુંડાઇ કોના ઇલેક્ટ્રિક ગ્લોબલ માર્કેટમાં બે વેરિએન્ટમાં આવશે. ભારતમાં તેની એંટ્રી લેવલ સેગ્મેંટ આવશે. ફૂલ ચાર્જ કરતાં આ 300 કિમીનું અંતર કાપશે. કોનામાં 133 એચપી મોટર છે, જે 395 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે.



6 કલાકમાં થશે ફૂલ ચાર્જ
કારમાં 39.3 કિલોવોટની લિથિયમ આયન બેટરી હશે. આ બેટરી 6 કલાકમાં સંપૂર્ણપણે ચાર્જ થશે. તો બીજી તરફ ક્વિક ચાર્જર વડે તેને 1 કલાકમાં 80 કલાક સુધી ચાર્જ કરી શકાશે. કંપનીનો દાવો છે કે કાર 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ 9.3સેકેંડમાં પકડી લેશે. કારની ટોપ સ્પીડ 167 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. કોનાના બીજા વર્જનમાં 201 એચપીની મોટર હશે. આ પણ 395 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરશે. 


બીજા વેરિએન્ટમાં 64 કિલોવોટની બેટરી
હવે તમે પણ વિચારી રહ્યાં હશો કે આ કારમાં શું અલગ હશે, તો અમે તમને જણાવી દઇશું કે હ્યુંડાઇની આ કારમાં 64 કિલોવોટની બેટરી હશે. આ કાર ફૂલચાર્જ થતાં એકવારમાં 470 કિમીનું અંતર કાપશે. જોકે ભારતમાં આ કાર આવવાની આશા નથી. આ કારની કિંમતમાં એંટ્રી સેગ્મેંટ કારથી વધુ હશે. કારમાં 17 ઇંચના એલોય વ્હીલનો પ્રયોગ કરવામાં આવ્યો છે.