નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયન મોટરસાઇકલ નિર્માતા કંપની KTM એ ઇન્ડીયન માર્કેટમાં પોતાની નવી બાઇક કેટીએમ 790 ડ્યૂક (KTM 790 Duke) સોમવારે લોન્ચ કરી છે. બાઇકની એક્શ શો રૂમ કિંમત 8,63,945 રૂપિયા રાખવામાં આવી છે. વર્ષની શરૂઆતમાં બાઇક પરથી પડદો ઉઠાવવામાં આવ્યો હતો. કેટીએમ બાઇક હાલ દેશના 9 શહેરો મુંબઇ, પૂણે, સુરત, દિલ્હી, કલકત્તા, બેગલુરૂ, હૈદ્વાબાદ અને ચેન્નઇના બજારમાં વેચાણ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીનું કહેવું છે કે આ શહેરો બાદ ફેજ વાઇઝ એપ્રિલ 2020 સુધી 30 શહેરોમાં KTM 790 Duke બાઇક વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેટીએમની નવી બાઇક KTM 790 Duke ને દુનિયામાં એક અલગ નામ Scalpel થી પણ ઓળખવામાં આવે છે. સ્પીડના મામલે આ બાઇક જોરદાર અનુભવ કરાવશે. કર્વવાળા રસ્તા પર પણ તેનું બેલેન્સ જોરદાર છે. 


કંપનીના અનુસાર બાઇકમાં 799સીસીનું 8 વોલ્વ અને ડીઓએચસી એન્જીન છે, જે 87 એનએમ ટોર્ક જનરેટ કરે છે અને 105 એચપીનો પાવર જનરેટ કરે છે. બાઇકને તે મુજબ ડિઝાઇન કરવામાં આવી છે કે તેના ફ્રંટ વ્હીલ હંમેશા ગ્રાઉન્ડ પર પોતાનું સંતુલન જાળવી રાખશે. આ બાઇક ચાર રાઇડિંગ મોડ-સ્મૂથ, સ્ટાડર્ડ, ડાયરેક્ટ-ઓલમોસ્ટ 1:1, ટ્રેક-સ્પોર્ટ-સ્ટ્રીટ છે. આ બાઇકમાં રાઇડર બ્રેક અને ક્લચ લિવરને એડજસ્ટ કરી શકે છે. એટલું જ નહી રાઇડર સીટની હાઇટને પણ એડજસ્ટ કરી શકે છે. 


ફીચર્સ
KTM 790 Duke ના ફીચર્સમાં ABS, થ્રી-મોડ ટ્રૈક્શન કંટ્રોલ સિસ્ટમ, 4 રાઇડિંગ મોડ-સ્ટ્રીત, ટ્રેક, રેન અને સુપરમોટો છે. આ ઉપરાંત બાઇકમાં લોન્ચ કંટ્રોલ સિસ્ટમની સાથે વ્હીલી કંટ્રોલ, TFTઇંસ્ટ્રુમેંટ કલસ્ટર, LED હેડલેમ્પ વગેરે પણ છે. 


મંથલી ઇએમઆઇ પર ખરીદવાની સુવિધા
KTM 790 Duke ને બજાજ ઓટો  (Bajaj Auto) ફાઇનાન્સ દ્વારા ઓનરશિપ પ્લાન પર ખરીદી શકાય છે. આ હેઠળ 1.7 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ આપીને બાઇકને તમે લઇ શકો છો. ત્યારબાદ 7.75 ટકા વાર્ષિક વ્યાજ સાથે 19,000 રૂપિયાના મંથલી ઇએમઆઇ ચૂકવવા પડશે.