Jio Recharge Plans: આજના સમયમાં ભારતના ટેલિકોમ યૂઝર્સ સૌથી વધુ રિલાયન્સ જિયોના સિમનો ઉપયોગ કરે છે. જુલાઈમાં જિયોએ પોતાના રિચાર્જ પ્લાન્સની કિંમતમાં મોટો વધારો કર્યો હતો, છતાં કરોડોની સંખ્યામાં લોકો આ કંપનીની સર્વિસ લઈ રહ્યાં છે, કારણ કે કનેક્ટિવિટી શાનદાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2GB ડેટાવાળા જિયો પ્લાન્સનું લિસ્ટ
જિયોની 5જી સર્વિસ ભારતના મેટ્રો શહેરો સિવાય હજારો નાના શહેરો અને ઘણા ગ્રામીણ વિસ્તાર સુધી પણ પહોંચી ગઈ છે. આ કારણ છે કે લોકો રિચાર્જ પ્લાન મોંઘા થવા છતાં જિયોના સિમનો ઉપયોગ કરી રહ્યાં છે. જો તમે પણ તેમાંથી એક છો તો આવો અમને તમને 1000 રૂપિયાની અંદર આવતા જિયોના 2જીબી ડેટાવાળા પ્લાન્સની માહિતી આપી રહ્યાં છીએ.


રિલાયન્સ જિયોના 349, 629, 719, 749, 859, 899, 949 અને 999 રૂપિયાવાળા પ્રીપેડ રિચાર્જ પ્લાન્સની સાથે યૂઝર્સને દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ 5જી ડેટા અને દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે. જિયોના આ પ્લાન્સમાં આ બધી સુવિધા મળે છે. પરંતુ આ પ્લાન્સની સાથે મળનારી અન્ય સુવિધાઓ અને બધાની વેલિડિટી અલગ છે.


આ પણ વાંચોઃ Jioને પછાડવા લોન્ચ થયો BSNLનો સાવ સસ્તો રિચાર્જ પ્લાન, 160 દિવસ રોજ ધમધોકાર 2GB ડેટા


બધા પ્લાન્સની વેલિડિટી અને એક્સ્ટ્રા બેનિફિટ્સ


349 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.


629 રૂપિયાના પ્લાનની વેલિડિટી 56 દિવસની છે.


719 રૂપિયાના પ્લાનની વેલિડિટી 70 દિવસની છે.


749 રૂપિયાના પ્લાનની વેલિડિટી 72 દિવસની છે. આ પ્લાન સાથે 20GB બોનસ ડેટા પણ ઉપલબ્ધ છે.


859 રૂપિયાના પ્લાનની વેલિડિટી 84 દિવસની છે.


899 રૂપિયાના પ્લાનની વેલિડિટી 90 દિવસની છે. આ પ્લાન સાથે 20GB બોનસ ડેટા પણ ઉપલબ્ધ છે.


949 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આ પ્લાનની સાથે 3 મહિના માટે Disney Plus Hotstar નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


999 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 98 દિવસની છે. આ પ્લાનની સાથે કોઈ બોનસ ડેટા કે એક્સ્ટ્રા બેનિફિટ્સ મળતા નથી.