Upcoming Electric Cars: ભારતીય ઈવી માર્કેટ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે. આવનારા સમય માટે ઘણી કંપનીઓએ નવા ઇલેક્ટ્રિક મોડલ લોન્ચ કરવાની યોજના બનાવી છે. હાલની ઘણી ICE કાર ઈલેક્ટ્રિક લોન્ચ થવાની છે. આવો અમે તમને લોન્ચ થનારી ત્રણ લોકપ્રિય ICE કારના ઇલેક્ટ્રિક વર્ઝન વિશે માહિતી આપીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Creta EV
ક્રેટાનું ઇલેક્ટ્રિક વર્ઝન હાલમાં તેના પ્રારંભિક પરીક્ષણ તબક્કામાં છે. તેનું અંતિમ પ્રોડક્શન વર્જન 2025 માં આવવાની અપેક્ષા છે. અહેવાલો અનુસાર, હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક તેની પાવરટ્રેન  Kona EV સાથે શેર કરી શકે છે, જેમાં 39.2kWh લિથિયમ-આયન બેટરી પેક અને કાયમી મેગ્નેટ સિંક્રનસ મોટર મળશે. આ સેટઅપ 136bhp પાવર અને 395Nm ટોર્ક જનરેટ કરે છે. Kona EV 452 કિમીની ARAI-પ્રમાણિત રેન્જ ઓફર કરે છે. આવું જ કંઈક Creta EV દ્વારા ઓફર કરી શકાય છે.



TATA PUNCH EV
Tata Punch EV આ વર્ષે તહેવારોની સીઝન દરમિયાન લૉન્ચ થવાની ધારણા છે. આંતરિક ભાગમાં મોટે ભાગે કર્વ કોન્સેપ્ટથી પ્રેરિત એલીમેન્ટ્સ જોવા મળશે, જે આ વર્ષના ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તેમાં ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, 360-ડિગ્રી કેમેરા, રોટરી ડ્રાઇવ સિલેક્ટર અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક મળી શકે છે. તેમાં ટાટાની નવી 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ મળી શકે છે. 



TATA HARRIER EV
ટાટા હેરિયરનું ઇલેક્ટ્રિક વર્ઝન તદ્દન નવા જનરલ 2 (ઉર્ફ સિગ્મા) પ્લેટફોર્મ પર આધારિત હશે, જે ઓમેગા આર્કિટેક્ચરનું રીવાઈઝ઼્ડ વર્જન છે. ICE હેરિયરની સરખામણીમાં, Harrier EVમાં નવી બ્લેક-આઉટ ગ્રિલ, રિવાઇઝ્ડ બમ્પર, સ્પ્લિટ હેડલેમ્પ્સ અને LED લાઇટ બાર અને બ્લેક હાઉસિંગ સાથે નવા ટેલલેમ્પ્સ જેવા તત્વો હશે. ઇલેક્ટ્રિક હેરિયરને કેટલીક અદ્યતન સુવિધાઓ સાથે ADAS ટેક્નોલોજી પણ મળી શકે છે.



આ પણ વાંચો:
સંભાળીને રહેજો...અતિ ભારે વરસાદની આગાહી, આજે આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ
આ વસ્તુની ખેતીથી કરી શકો છો કરોડોની કમાણી! જાણો કઈ વાતનું રાખવું પડશે ધ્યાન

એક મહિના સુધી બે હાથે રુપિયા ભેગા કરશે આ રાશિના લોકો, રોકાણથી થશે જબરદસ્ત ફાયદો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube