નવી દિલ્હીઃ વોડાફોન-આઈડિયાએ (VI) પોતાના ગ્રાહકો માટે 2999 રૂપિયાનો વાર્ષિક 4જી પ્લાન લોન્ચ કર્યો છે. પરંતુ રિલાયન્સ જિયો (Jio) અને એરટેલ (airtel) પોતાના કસ્ટમર્સ માટે પહેલાથી 2999 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહ્યાં છે. વીઆઈનો આ પ્લાન પહેલાથી ચાલી આવતા રિલાયન્સ જિયો અને એરટેલના અનલિમિડેટ ડેટા પ્લાનથી અલગ છે. તમને જણાવી દઈએ કે અમે આ સરખામણીમાં બીએસએનએલનો 2999 રૂપિયાવાળો પ્લાન સામેલ કર્યો નથી, કારણ કે બીએસએનએલે હજુ સુધી યૂઝર્સ માટે 4જી પ્લાન લોન્ચ કર્યો નથી. આવો જાણીએ 2999 રૂપિયામાં ત્રણ મોટી ટેલીકોમ કંપનીઓમાંથી કોનો પ્લાન સારો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોડાફોન-આઈડિયાનો 2999 રૂપિયાનો પ્લાન
વીઆઈએ હાલમાં પોતાનો 2999 રૂપિયાવાળો 4જી પ્લાન લોન્ચ કર્યો છે. આ 4જી પ્લાન 365 દિવસ માટે છે જેમાં તમને 850જીબી ડેટા મળે છે. બીજીતરફ આ પ્લાનમાં તમારે દરરોજ ડેટા ઉપયોગની કોઈ મર્યાદા નથી. એટલે કે તમે એક દિવસમાં ઈચ્છો એટલો ડેટા વાપરી શકો છો. આ સિવાય પ્લાનમાં તમને વીઆઈ મૂવીઝ અને ટીવીનું એક્સેસ મળે છે. આ પ્લાનની સૌથી ખાસ વાત છે કે તમે રાત્રે 12 કલાકથી સવારે છ કલાક સુધી અનલિમિડેટ ડેટાનો ઉપયોગ કરી શકો છો. 


રિલાયન્સ જિયોનો 2999 રૂપિયાવાળો પ્લાન
જિયોના 2999 રૂપિયાવાળા પ્લાનમાં તમને 2.5જીબી ડેટા મળે છે. રિલાયન્સ જિયોનો આ પ્લાન 365 દિવસ માટે છે. આ પ્લાન હેઠળ તમને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મળે છે. જ્યારે 365 દિવસમાં તમને કુલ 912.5જીબી ડેટા મળે છે. આ સિવાય દરેક જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. તો કંપની દિવાળી સેલિબ્રેશન ઓફર હેઠળ પોતાના ગ્રાહકોને 75જીબી વધુ ડેટા આપી રહી છે. 


આ પણ વાંચોઃ Good News! WhatsApp ને બે ડિવાઇસમાં વાપરી શકશો, જાણો કનેક્ટ કરવાની સમગ્ર પ્રોસેસ


એરટેલનો 2999 રૂપિયાવાળો પ્લાન
એરટેલ પોતાના ગ્રાહકોને 2999 રૂપિયાના પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા ઓફર કરે છે. એરટેલનો આ પ્લાન 365 દિવસ માટે છે. આ પ્લાનમાં તમને અનલિમિડેટ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મળે છે. જ્યારે 365 દિવસમાં તમને કુલ 730જીબી ડેટા મળે છે. એડિશનલ બેનિફિટ્સની વાત કરીએ તો આ પ્લાનમાં તમને અપોલો 24/7 સર્કિલ અને ફ્રી હેલો ટ્યૂન્સનું એક્સેસ મળે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube