Best CNG Car: સીએનજી કાર પેટ્રોલ, ડીઝલ કાર કરતા વધારે માઈલેજ આપે છે અને તેનું મેન્ટેનન્સ પણ ઓછું હોય છે. જો તમે પણ નવા વર્ષમાં સીએનજી કાર લેવાનું વિચારો છો તો આજે તમને કેટલીક દમદાર સીએનજી કાર વિશે જણાવીએ જે સસ્તી પણ છે અને સારું માઈલેજ આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Whatsapp Call: થર્ડ પાર્ટી એપ વિના વોટ્સએપ કોલ રેકોર્ડ કરવા ફોનમાં આ સેટિંગ On કરો


મારુતિ સ્વીફ્ટ


જો તમે ઓછા ખર્ચમાં સારી સીએનજી કાર વસાવવા માંગો છો તો મારુતિ સ્વીફ્ટ કાર સારામાં સારો ઓપ્શન છે. આ કારમાં 1.2 લીટરના 3 સિલેંડરવાળું એન્જીન મળે છે. આ કાર 1 કિલો સીએનજીમાં 32.85 કિલોમીટરની માઈલેજ આપે છે. આ કારની એક્સ શોરુમ પ્રાઈઝ 8.19 લાખ રુપિયા છે. 


ટાટા પંચ


ટાટા પંચ પણ સસ્તી સીએનજી કાર માટે સારો ઓપ્શન છે. આ કારમાં 1.2 લીટરના 3 સિલીંડર અને નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જીન મળે છે. આ કાર 1 કિલો સીએનજીમાં 26.88 કિલોમીટરની માઈલેજ આપે છે. આ કારની એક્સ શોરુમ પ્રાઈઝ 7.22 લાખ રુપિયા છે.


આ પણ વાંચો: Car Mileage: આ 5 એક્સેસરીઝ લગાવશો તો કારની માઈલેજ સાવ ઘટી જશે, ન કરતાં આ ભુલ ક્યારેય


હ્યુંડાઈ ઓરા


આ વર્ષમાં તમે સીએનજી કાર લેવા માંગો છો તો હ્યુંડાઈ ઓરા પણ એક સારો વિકલ્પ છે. આ કારમાં 197 સીસીનું એન્જીન. આ કાર 1 કિલો સીએનજીમાં 22 કિલોમીટરની માઈલેજ આપે છે. આ કારની એક્સ શોરુમ પ્રાઈઝ 7.48 લાખ રુપિયા છે. 


આ પણ વાંચો: YouTube પર સૌથી વધુ કેવા Video જોવાય છે ખબર છે ? આ વાત જાણીને તમે દંગ રહી જશો


મારુતિ સીલેરિયો


મારુતિની આ કાર બજેટ રેંજમાં સારામાં સારો ઓપ્શન છે. જો તમે બજેટમાં નવી સીએનજી કાર લેવામાં માંગો છો તો આ કાર તમને ગમશે. આ કારમાં 998 સીસીનું એન્જીન આપવામાં આવ્યું છે. આ કાર 1 કિલો સીએનજીમાં 34.43 કિલોમીટર સુધી માઈલેજ આપે છે. આ કારની એક્સ શોરુમ પ્રાઈઝ 6.73 લાખ રુપિયા છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)