નવી દિલ્હીઃ ટાટા પંચ... ભારતીય બજારમાં વહેંચાઈ રહેલી એક એવી કાર, જે લોઅર મિડલ ક્લાસથી લઈને દરેક પ્રકારના કાર બાયર્સની ફેવરેટ બનેલી છે. પેટ્રોલ અને સીએનજીની સાથે ઈલેક્ટ્રિક વેરિએન્ટમાં શાનદાર લુક અને ફીચર્સથી લેસ ટાટા પંચની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત માત્ર 6.13 લાખ રૂપિયા છે. અમે અત્યાર સુધી જે વાતો તમને જણાવી તે તો સામાન્ય છે, પરંતુ હવે જે જણાવવા જઈ રહ્યાં છીએ તે ખુબ ખાસ છે. જી, હાં... આ સસ્તી દેશી એસયુવીએ ભારતીય બજારમાં 4 લાખ યુનિટના વેચાણનો માઇલસ્ટોન પાર કરી લીધો છે અને આ સૌથી ઓછા સમયમાં એસયુવી સેગમેન્ટમાં 4 લાખ યુનિટના વેચાણનો આંકડો છે. એટલે કે પંચની આગળ બ્રેઝા, ક્રેટા સહિત અન્ય ગાડીઓ પાછળ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલા સમયમાં કેટલા યુનિટનું વેચાણ
હવે વાત આવે છે કે આખરે ટાટા પંચે કેટલા સમયમાં ચાર લાખ યુનિટ વેચાણનો આંકડો પાસ કર્યો છે તો તમને જણાવી દઈએ માત્ર 34 મહિનામાં. એટલે કે 3 વર્ષ કરતા ઓછા સમયમાં 4 લાખ યુનિટ્સનું વેચાણ એક શાનદાર ઉપલબ્ધિ છે. ટાટા પંચને ઓક્ટોબર 2021માં કોમ્પેક્ટ એસયુવી કેટેગરીમાં લોન્ચ કરવામાં આવી હતી અને માત્ર 10 મહિનામાં સમયમાં એટલે કે ઓગસ્ટ 2022માં પંચ 1 લાખ યુનિટ્સના વેચાણનો આંકડો પાર કરનારી પ્રથમ એસયુવી બની ગઈ હતી. ત્યારથી આગામી 1 લાખ યુનિટ્સના વેચાણની સફર 9 મહિનામાં એટલે કે મે 2023માં થઈ ગઈ અને પછી આગામી સાત મહિનામાં એટલે કે ડિસેમ્બર 2023 સુધી કુલ 3 લાખ યુનિટ્સનું વેચાણ થઈ ગયું હતું. ત્યારબાદ આગામી 7 મહિના એટલે કે જુલાઈ 2024 સુધી ટાટા પંચે 4 લાખ યુનિટ્સના વેચાણનો આંકડો પાર કરી લીધો હતો.


આ પણ વાંચોઃ OnePlus થી Nothing સુધી, આ 25,000 રૂપિયાથી ઓછામાં મળે છે આ શાનદાર Smartphone


દેશની નંબર 1 કાર
તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2024-2025 દરમિયાન છેલ્લા ચાર મહિનામાં ટાટા પંચ 3 વખત દેશની નંબર 1 કાર રહી છે. ટાટા પંચ પોતાની ઊંચા હાઈટ, વધુ ગ્રાઉન્ડ ક્લીયરન્સ અને ડ્રાઇવિંગની દમદાર પોઝીશનની સાથે એક આકર્ષક અને બોલ્ડ એસયુવી છે, જે શાનદાર ડ્રાઇવિંગ અનુભવ આપે છે. લોન્ચ થયા પહેલા ટાટા પંચને ગ્લોબલ એનકેપ  (GNCAP)ના ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું હતું. ટાટા પંચની સાથે સૌથી ખાસ વાત છે કે તે કંપનીએ તેને સૌથી પહેલા પેટ્રોલ એન્જિન સાથે રજૂ કરી અને બમ્પર ડિમાન્ડ જોતા તેને સીએનજી વિકલ્પ સાથે લોન્ચ કરવામાં આવી હતી. હવે ટાટા મોટર્સે ઈવીની વધતી ડિમાન્ડ જોતા પંચના ઈલેક્ટ્રિક વેરિએન્ટને પણ લોન્ચ કર્યું છે.