449 માં દરરોજ 4GB ડેટા અને 499ની મેમ્બરશિપ ફ્રી, કમાલનો છે Vi નો રિચાર્જ પ્લાન
વોડાફોન-આઇડિયા કંપનીએ પોતાના 449 રૂપિયાવાળા પ્લાનમાં એક ખાસ સુવિધા જોડી છે. 499 રૂપિયાનો આ બેનિફિટ હવે તમને આ પ્લાનમાં ફ્રીમાં આપવામાં આવશે.
નવી દિલ્હીઃ દિગ્ગજ ટેલીકોમ કંપની વોડાફોન-આઇડિયા પોતાના ગ્રાહકો માટે ખાસ બેનિફિટ લઈને આવી છે. કંપનીએ પોતાના 449 રૂપિયાવાળા પ્લાનમાં એક ખાસ સુવિધા જોડી છે. 499 રૂપિયાનો આ બેનિફિટ હવે તમને આ પ્લાનમાં ફ્રીમાં આપવામાં આવશે. મહત્વનું છે કે આ પ્લાન પહેલાથી ડબલ ડેટા બેનિફિટ, વીકેન્ડ ડેટા રોલઓવર અને ફ્રી નાઇડ ડેટા જેવી સુવિધાઓ સાથે આવે છે. તેવામાં ગ્રાહકો માટે હવે આ પ્લાન વધુ વેલ્યૂ ફોર મની બની ગયો છે.
Vodafone Idea નો 499 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
Vi નો આ પ્રીપેડ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં દરરોજ માત્ર બે જીબી ડેટા આપવામાં આવે છે. હવે કંપની ડબલ ડેટા ઓફર હેઠળ તેમાં દરરોજ 4 જીબી ડેટા ઓફર કરી રહી છે. આ રીતે ગ્રાહકોને કુલ 224 જીબી ડેટા મળે છે. પ્લાનમાં ગ્રાહકોને બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા પણ આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ Jio ના ટોપ 3 બેસ્ટ સેલર પ્લાન, 168GB સુધી ડેટાની સાથે ફ્રી કોલિંગની મજા
આ સાથે પ્લાનમાં બિંજ ઓલ નાઇટ (Binge all-night) અને વીકેન્ડ ડેટા રોલઓવર (Weekend data rollover) સુવિધાની સાથે આવે છે. બિંજ ઓલ નાઇટ સુવિધા હેઠળ તમે રાત્રે 12 કલાકથી સવારે છ કલાક સુધી અનલિમિડેટ ડેટાનો ઉપયોગ કરી શકો છો, જે તમારા ડેટા પેકથી અલગ હશે. તો વીકેન્ડ ડેટા રોલઓવર હેઠળ સોમવારથી શુક્રવાર સુધી તમારા જે ડેટાનો ઉપયોગ રહી ગયો છે, તે વીકેન્ડ પર યૂઝ કરી શકશો.
હવે 499 ની મેમ્બરશિપ ફ્રી
કંપનીએ હવે આ પ્લાનમાં ઘણી નવી સુવિધા જોડી છે. પ્લાનમાં હવે ZEE5 Premium નું એક વર્ષનું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આ સબ્સક્રિપ્શનની કિંમત 499 રૂપિયા છે. 449 સિવાય કંપની 699 રૂપિયા અને 299 રૂપિયાના પ્લાનમાં પણ વર્ષ માટે ZEE5 Premium નું એક્સેસ આપી રહી છે. આ રીતે 449 રૂપિયાનો પ્લાન હવે વધુ ફાયદાકારક સાબિત થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube