Hero Splendor: Hero MotoCorpની સૌથી વધુ વેચાતી બાઈક Splendor છે. ઘણા વર્ષોથી કંપની માટે ફ્લેગશિપ મોડલ છે. Hero MotoCorpએ ડિસેમ્બર 2022માં 2,12,341 બાઈક વેચી છે, જે ડિસેમ્બર 2021માં વેચાયેલી 2,10,122 બાઈક કરતાં 3 ટકા વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Hero HF Deluxe: HF Deluxe Hero MotoCorp માટે બીજી સૌથી વધુ વેચાતી બાઈક છે. Splendorની જેમ, Deluxe Hero MotoCorp માટે સૌથી વધુ વેચાતી બાઈક છે. હીરોએ ડિસેમ્બર 2022માં ડિલક્સના 1,07,755 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જે ડિસેમ્બર 2021માં વેચાયેલા 83,080 યુનિટ કરતાં 30 ટકા વધુ છે.



Hero Pleasure: હીરો મોટોકોર્પ માટે ત્રીજું સૌથી વધુ વેચાતું ટુ વ્હીલર હીરો પ્લેઝર છે. ડિસેમ્બર 2022માં, કંપનીએ 159 ટકાની વૃદ્ધિ સાથે 23,814 મોડલનું વેચાણ કર્યું છે. તેની સામે હીરોએ ડિસેમ્બર 2021માં પ્લેઝરના 9,205 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.



Super Splendor: હીરોની ચોથી સૌથી વધુ વેચાતી બાઇક સુપર સ્પ્લેન્ડર છે, જે સ્પ્લેન્ડર કરતા થોડી મોટી છે. તેમાં 125ccનું એન્જિન છે. ડિસેમ્બર 2022માં Hero MotoCorpએ બાઇકના 13,102 યુનિટ વેચ્યા છે.



Hero Destini: ડિસેમ્બર 2022માં Hero MotoCorp માટે 5મું સૌથી વધુ વેચાતું ટુ-વ્હીલર Destini 125 છે. હીરો મોટોકોર્પે ડિસેમ્બર 2022માં 9,123 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષે વેચાયેલા 2,808 યુનિટ્સની સરખામણીએ 225 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.