સાવધાન! જો તમે આ 5 કામ નહીં કરો તો તમારા ફોનનો તમામ ડેટા હેક થઈ શકે
જો તમે ફોનનો ડેટા લીક થવાની મુશ્કેલીથી દુખી છો તો અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યાં છીએ જે તમારા ફોનના ડેટાને સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે.
નવી દિલ્હીઃ જો તમે તે વાતને લઈને પરેશાન રહો છો કે તમારા ફોનનો ડેટા લીક થઈ શકે છે તો આજે અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યાં છીએ જે તમારા ફોનના ડેટાને ચોરી થતો બચાવશે. ફોનની સાથે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. અહીં અમે તમને એવી પાંચ વાતો જણાવી રહ્યાં છીએ જે તમારે ધ્યાનમાં રાખવી ખુબ જરૂરી છે.
1. તમારી પર્સનલ જાણકારી ન આપો
જો તમને કોઈ ટેક્સ્ટ મેસેજ આવે છો તો જેમાં મોકલનારે ખુદને બેંકની જેમ દેખાડ્યો છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમે આવા કોઈ મેસેજ પર વિશ્વાસ ન કરો. જો કોઈ મેસેજમાં કોઈ લિંક દ્વારા કે પછી લિંક વગર કોઈ ખાનગી ડિટેલ માંગવામાં આવે છો તો તમને કોઈપણ પ્રકારની જાણકારી ઉપલબ્ધ કરાવવાની નથી.
આ પણ વાંચોઃ Facebook એ કાઢી મુકેલા કર્મચારીનો ઘટસ્ફોટ! જાણી જોઈને તમારી સાથે ફેસબુક કરે છે આવું
2. તમારા ફોનને લોક કરવા માટે પિન, પાસવર્ડ કે પેટર્નનો ઉપયોગ કરો
હંમેશા ધ્યાનમાં રાખો કે ફોનને પિન, પાસવર્ડ અને પેટર્નની સાથે લોક રાખો. એન્ડ્રોયડ અને આઈઓએસનું સેટિંગ્સ તેને સેટ કરવાનું અલગ-અલગ છે.
3. વિશ્વસનીય સાઇટ્સથી એપ ડાઉનલોડ કરો
જો તમારે કોઈ એપ ડાઉનલોડ કરવાની છે તો તેને માત્ર ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરો. કોઈપણ એપને ડાઉનલોડ કરતા પહેલા તેના રેટિંગ્સ અને રિવ્યૂની તપાસ જરૂર કરો.
4. ડેટાનું બેકઅપ રાખો
હંમેશા તમારે તમારા ફોનનો ડેટા સેવ રાખવો જોઈએ. આ કામ ગૂગલ ડ્રાઇવ પર કે પોતાના લેટપોટ પર કરી શકો છો. જો તમારો ડેટા ગૂમ થાય તો તમારી પાસે બેકઅપ ફાઇલ્સ હાજર રહેશે.
આ પણ વાંચોઃ જોરદાર સેફ્ટી ફિચર્સ સાથે બજારમાં આવી ગઈ Hyundai Creta, જાણો SUV કારની શું છે કિંમત
5. પેમેન્ટ કર્યા બાદ સાઇટને લોગઆઉટ કરો
જો તમે તમારા સ્માર્ટફોનથી બેન્કમાં કે પછી ક્યાંય ખરીદી કરો છો તો ટ્રાન્ઝેક્શન પૂરુ થયા બાદ તે સાઇટોથી લોગ આઉટ કરો. સાથે કોઈપણ બ્રાઉઝર કે ફોન પર તમારી બેન્કિંગ ડિટેલ્સને સેવ ન કરો. પેમેન્ટ કરતા સમયે પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરવાથી બચો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube