Motorola Moto G82 5G Launched: મોટોરોલા કંપનીએ મોટો G સીરીઝ અંતર્ગત એક મિડ રેન્જ મોડલની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, ફોનને ગત મહિને ચીનના 3C સર્ટિફિકેશન સહિત ઘણા સર્ટિફિકેશન મળ્યા હતા. Motorola Moto G82 5G માં 6.6 ઇંચ ડિસ્પ્લે, 5000mAh ની દમદાર બેટરી અને 50 MP નો કેમેરો મળે છે. સાથે જ આ ફોન વોટર રજિસ્ટેન્ટ પણ છે. આવો જાઈએ Motorola Moto G82 5G ની કિંમત અને ફિચર્સ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટોરોલા Moto G82 5G ની કિંમત
Motorola Moto G82 5G યુરોપ, લેટિન અમેરિકા અને એશિયાના પસંદગીના બજારોમાં મળશે. ફોનની કિંમત 329.99 યુરો (26,552 રૂપિયા) છે.


મોટોરોલા Moto G82 5G ની ડિસ્પ્લે અને ડિઝાઈન
ડિવાઈસમાં FHD+ રિઝોલ્યૂશન સાથે 6.6 ઇંચની AMOLED સ્ક્રીન અને 120Hz રિફ્રેશ રેટ માટે સપોર્ટ છે. ડિસ્પ્લે પણ ચારે તરફ અલ્ટ્રા-થીન બેઝલ્સથી ઘેરાયલી છે. પરિમાણોના સંદર્ભમાં ડિવાઈસનું માપ 160.89 x 7.99 x 74.46 એમએમ છે. જેનું વજન 173 ગ્રામ છે. Moto G82 Meteorite Grey અને White Lily રંગમાં મળશે. ડિવાઈસમાં વોટર- રેજિસ્ટેન્ટ બિલ્ડ રેટેડ IP52 પણ છે. જેનો અર્થ છે કે પાણીના ક્યારેક ટીપાનો સામનો કરી શકે છે.


ટ્રાન્જેક્શન કરતા પહેલા આ સમાચાર તમારા માટે જાણવા જરૂરી, નહીં તો કેશ ઉપાડી શકો નહીં


મોટોરોલા Moto G82 5G ની બેટરી
મોટોરોલા Moto G82 5G માં 5000mAh ની બેટરી છે અને તેમાં 30W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ છે.  ઇન્ટરફેસ માટે G82 લેટેસ્ટ Android 12 OS આઉટ ઓઓફ ધ બોક્સસ પર ચાલે છે. ફોન પાવર બટનની નીચે એક સાઈડ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવે છે. Moto G82 માં સ્નેપડ્રેગન 695 પ્રોસેસર સાથે 6GB રેમ છે અને તેમાં 128GB ની એક્સપેન્ડેબલ સ્ટોરેજ છે. પ્રોસેસર 5G ચિપસેટ સાથે આવે છે અને બ્લૂટૂથ 5.1 માટે સપોર્ટ પણ છે.


મોટોરોલા Moto G82 5G નો કેમેરો
મોટોરોલા Moto G82 5G ઓઆઇએસ અને ક્વોડ પિક્સલ ટેકનિક સાથે 50MP f / 1.8 સેન્સર સાથે આવે છે. મુખ્ય કેમેરાને 8MP અલ્ટ્રા-વાઈડ કેમેરા અને 2MP માઇક્રો કેમેરા દ્વારા આધાર પૂરો પાડવામાં આવે છે. સેલ્ફી માટે ફ્રેન્ટમાં પંચ હોલ ઓપનિંગ પર 16 MPનું સેન્સર લાગેલું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube