Budget Range Seven Seater: માર્કેટમાં જો સેવન સીટર કાર (MPV)ની વાત હોય તો Maruti Suzuki ની XL6 ની Ertiga નું નામ આવે છે. પરંતુ આ કારોની શરૂઆતી કિંમત આશરે 9 લાખ રૂપિયાથી લઈને 13 લાખ સુધી જાય છે. તેવામાં સામાન્ય લોકોના બજેટમાંથી બગાર નિકળી જાય છે. પરંતુ જો તમારૂ બજેટ 7 લાખ રૂપિયાથી ઓછું છે અને આ બજેટમાં દમદાર એમપીવી ખરીદવા ઈચ્છો છો તો આજે અમે તમને એક સસ્તી કાર વિશે માહિતી આપીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી છે ટ્રાઇબર
અમે જે એમપીવીની વાત કરી રહ્યાં છીએ તેનું નામ Renault Triber છે. આ એક એન્ટ્રી લેવલ એમપીવી છે અને તેમાં 7 લોકોનો પરિવાર સરળતાથી ફિટ થઈ શકે છે. તેમાં સારી બુટ સ્પેસ પણ મળે છે. અમે તમને આ કારની દરેક વિગત આપી રહ્યાં છીએ.


સ્પેસિફિકેશન્સ
રેનો ટ્રાઇબરમાં 1.0 લીટરનું 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે માર્કેટમાં હાજર કોઈપણ એન્ટ્રી લેવલ હેચબેક જેટલું છે. આ એન્જિન 96એનએમનો ટોર્ક અને 72પીએસનો પાવર જનરેટ કરે છે. આ કાર 18.29 થી 19 કિમી સુધીની માઇલેજ આપવામાં સક્ષમ છે. કારમાં 5-સ્પીડ મેનુઅલ અને ઓટોમેટિક (એએમટી) બંને ઓપ્શન મળે છે.


આ પણ વાંચોઃ વેગન-આર, બલેનો, પંચ બધાને છોડી લોકો આ કાર પર થયા ફિદા, ખરીદવા માટે પડાપડી


ફીચર્સ
તેના ફીચર્સની વાત કરીએ તો તેમાં 20.32 સીએમની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો અને ફોન કંટ્રોલ, એલઈડી ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, સ્માર્ટ એક્સેસ કાર્ડ, પુશ સ્ટાર્ટ-સ્ટોપ બટન, એલઈડી ડીઆરએલની સાથે પ્રોજેક્ટર હેન્ડલેપ, 6-વે એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, સેન્ટ્રલ કંસોલ પર કૂલ્ડ સ્ટોરેજ અને 182mm નો હાઈ ગ્રાઉન્ડ ક્લીયરન્સ મળી જાય છે.


સેફ્ટી
સેફ્ટીની વાત કરીએ તો તેમાં 4 એરબેગ (2 ફ્રંટ, 2 સાઇડ) મળી જાય છે. ગ્લોબલ એનકેપે કારને એડલ્ટ્સ માટે 4 સ્ટાર સેફ્ટી રેટિંગ આપી છે. તો બાળકો માટે 3 સ્ટાર સેફ્ટી રેટિંગ આપી છે. આ કિંમત પર સેફ્ટી રેટિંગ સારૂ છે. 


કિંમત
રેનો ટ્રાઈબરની કિંમત આશરે 5.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ મોડલ માટે આશરે 8.12 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે.