નવી દિલ્હીઃ સેમસંગના મિડ-રેન્જ સ્માર્ટફોન Galaxy F23 શાનદાર ડિસ્કાઉન્ટ ઓફરની સાથે તમારો થઈ શકે છે. ફોનના 6જીબી રેમ અને 128જીબી ઈન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટની MRP 23,999 રૂપિયા છે. કંપનીની વેબસાઇટથી આ ફોન તમે 7 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 16999 રૂપિયામાં ખરીદી શકો છો. જો તમારી પાસે ICICI બેન્કનું કાર્ડ છે તો તમને 1 હજાર રૂપિયા કેશબેક પણ મળશે. ફોન ચાર્જર વગર આવે છે અને તે તમારે અલગથી ખરીદવું પડશે. ખાસ વાત છે કે ઓફરમાં કંપનીની વેબસાઇટ પરથી તમે 299 રૂપિયાની કિંમતની ચાર્જર માત્ર 299 રૂપિયામાં ખરીદી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેલેક્સી F23 5G ના ફીચર અને સ્પેસિફિકેશન
ફોનમાં કંપની 1080x2408 પિક્સલના રેઝોલૂશન સાથે 6.6 ઇંચની ફુલ એચડી+ ડિસ્પ્લે આપી રહી છે. ફોનમાં આપવામાં આવેલી આ ડિસ્પ્લે 120Hz ના રિફ્રેશ રેટ સાથે આવે છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે કંપની તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પણ આપી રહી છે. ફોન 6જીબી રેમ અને 128જીબીના ઈન્ટરનલ સ્ટોરેજથી લેસ છે. પ્રોસેસર તરીકે તેમાં કંપની સ્નેપડ્રેગન 750G ચિપસેટ આપી રહી છે. 


આ પણ વાંચો- Apple Event: iPhone 14 લોન્ચ, ઈ-સિમ પર ચાલશે ફોન, જાણો કિંમત અને ફીચર્સ


ફોટોગ્રાફી માટે કંપની આ ફોનમાં એલઈડી ફ્લેશની સાથે ત્રણ કેમેરા આપી રહી છે. તેમાં 50 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા સાથે એક 8 મેગાપિક્સલનું અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને એક 2 મેગાપિક્સલનું મેક્રો શૂટર સામેલ છે. સેલ્ફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો કેમેરો છે. 


ફોનને પાવર આપવા માટે તેમાં  5000mAh ની બેટરી લાગી છે. આ બેટરી 25 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ, GPS/ A-GPS, NFC, USB ટાઈપ-સી અને 3.5mm ના હેડફોન જેક જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે. ઓએસની વાત કરીએ તો ફોન એન્ડ્રોયડ 12 પર બેસ્ડ OneUI 4.1 પર કામ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube