નવી દિલ્લીઃ આખરે WhatsApp એન્ડ્રોઈડ અને IOS યૂઝર્સ માટે મલ્ટી-ડિવાઈઝ ફીચરને રોલ આઉટ કરવા સહમત થયું. અત્યાર સુધી આ સુવિધા વોટ્સએપના ઓપ્ટ-ઈન બીટા ટેસ્ટિંગ પ્રોગ્રામ અંતર્ગત યૂઝર્સ માટે ઉપલબ્ધ હતુ. પરંતુ હવે  WABetainfoએ જણાવ્યા અનુસાર, અપડેટ આ મહીને IOS યૂઝર્સ માટે જારી કરવામાં આવશે. ત્યારબાદ આવતા મહિને એન્ડ્રોઈડ  માટે રિલીઝ કરાશે. આ ઉપરાંત વધુ એક ફીચર રોલ આઉટ કરાશે, જેની યૂઝર્સ ક્યારની રાહ જોઈ રહ્યા છે. હવે દરેક મેસેજ માટે રિએકશન આપી શકાશે. ચાલો જાણીએ કેવી રીતે... WhatsAppનું મેસેજ રિએક્શન ફીચર-
વોટ્સએપના બીટા ચેનલ પર અમુક એન્ડ્રોઈડ યૂઝર્સ માટે મેસેજ રિએક્શન ફિચર રોલ આઉટ કરી રહ્યુ છે. આ ફીચર બિલકુલ એવી રીતે કામ કરશે જેવી રીતે અન્ય પ્લેટફોર્મ કરી રહ્યા છે. યુઝર્સના પ્રશ્નો ઉપર વધારે ફ્લોટિંગ મેનૂ લાવવા માટે એક મેસેજ પર થોડીવાર પ્રેસ કરી રાખવામાં સક્ષમ સાબિત થશે, જેથી યુઝર્સ મેસેજ પર રિએક્શન મોકલી શકે. આપવામાં આવેલી વિવિધ પ્રકારની ઈમોજી આધારિત પ્રતિક્રિયામાંથી યુઝર્સ પોતાની પ્રતિક્રિયા શોધી શ કે છે. હાલનાં પ્રાથમિક ધોરણે બીટા બીલ્ડમાંથી પસંદ કરવા માટે 6 રિએક્શન આપવામાં આવ્યા છે. જેમાં થમ્સઅપ, લવ, લાફ, સરપ્રાઈઝ, આંસુ અને ગ્રેટેટ્યૂડનો સમાવેશ કરવામાં આવ્યો છે. WhatsAppએ રોલ આઉટ કર્યુ મલ્ટી ડિવાઈઝ સપોર્ટ-
આ સુવિધા તમારા સ્માર્ટફોન પર કેટલાક પ્રકારના ડિવાઈઝનાં ઉપયોગ  થતી ચેટિંગ પ્લેટફોર્મ માટે ઓનલાઈન કનેક્શનની જરૂરિયાતને હટાવી દેશે. પહેલા યુઝર્સ પાસે પોતાના સ્માર્ટફોન પર એક ચોક્કસ ઈન્ટરનેટ કનેક્શનની જરૂર છે. જેથી તે અન્ય કોઈ ડિવાઈઝ જેમ કે ડેસ્કટોપ, પીસી અથવા લેપટોપ પર મેસેજિંગ સેવાનો ઉપયોગ કરી શકે. બીજા શબ્દોમાં કહીએ તો, વાતચીતને સિન્ક કરવા માટે તમારા સ્માર્ટફોન સાથે લિંક કરવો પડશે. આ સુવિધા એકવારમાં ચાર લિંક કરેલા ડિવાઈઝ અને એક ફોનની પરવાનગી આપે છે અને જો ફો ન 14 દિવસની અંદર ઈનએક્ટિવ રહે છે તો, લિંક કરેલા ડિવાઈઝ ડિસ્કનેક્ટ થઈ જશે. WhatsAppના જણાવ્યાનુસાર, પેઈડડિવાઈઝ પર લાઈવ લોકેશન જોવુ શક્ય નથી. વોટ્સએપ વેબની મદદથી બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવવુ અને જોવુ અથવા તો લિંક પ્રીવ્યુની સાથે મેસેજ મોકલવા સેકેન્ડરી ડિવાઈઝ પર શક્ય નથી. સાથે જ  iPhone યુઝર લિંક કરેલા ડિવાઈઝ પર ચેટને હટાવી નથી શકતા.