નવી દિલ્હી: જો અત્યાર સુધી પોતાના આધાર (Aadhaar card) વડે પોતાના ઇ મેલ આઇડી (E-mail) અને મોબાઇલ નંબર (Mobile Number)ને વેરિફિકેશન કર્યું નથી તો જલદી કરો. આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલી સરળ થઇ જશે. UIDAI એ આધાર દ્વારા મોબાઇલ નંબર અને ઇમેલના વેરિફિકેશનની પ્રોસેસને વધુ સરળ બનાવી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એપ કરો ડાઉનલોડ
UIDAI ની નવી વ્યવસ્થા હેઠળ તમે તમારા મિત્રો અથવા સંબંધીઓને વેરિફેશન પણ સરળ કરી શકશો. તેના માટે ફક્ત તમારે આધાર એપ m-aadhaar ડાઉનલોડ કરવી પડશે. આ એપમાં તમને વેરીફાઇ E-mail અને Mobile Number નો વિકલ્પ દેખાશે, આ વિકલ્પ પર ક્લિક કરી મોબાઇલ અને ઇમેલના વેરિફિકેશનની પ્રક્રિયા પુરી કરી લેવામાં આવશે. 


ઇ મેલ અને મોબાઇલના વેરિફેશનનો ફાયદો
આજના સમયમાં  લોકો ઘણા ઓનલાઇન ટ્રાંજેક્શન અને અન્ય પ્રકારના વેરિફિકેશન કરી રહ્યા છે. એવામાં ઇ મેલ અને મોબાઇલ નંબરનું વેરિફિકેશન થતાં સરળ થઇ જાય છે. સાથે જ મોબાઇલ નંબર અને ઇ મેલનું વેરિફિકેશનના સર્વિસ પ્રોવાઇડરને આ જાણવામાં સરળ થઇ જાય છે કે તમારો આધાર એક માન્ય સંખ્યા છે અને કામ કરી રહ્યા છે. 


UIDAI એ લોન્ચ કરી આ સેવા
આધાર યૂઝરની મુશ્કેલીઓને દૂર કરવા માટે યૂનિક આઇડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડીયા (UIDAI) એ 'Ask Aadhaar Chatbot' લોન્ચ કરી છે. તેના દ્વારા યૂજર્સ આધાર સાથે સંકળાયેલી પોતાની ફરિયાદો અને પ્રશ્નોના જવાબ આપી શકે છે. 



સરળ બનશે આધાર બનાવવું
આધાર (Aadhaar) કાર્ડ બનાવવું અને સરળ થઇ જશે. UIDAIના અનુસાર દેશમાં આધાર કાર્ડ રજિસ્ટ્રેશન અને અપડેશન માટે 2020 માં 700 નવા કોમ સર્વિસ સેન્ટર (CSC) ખુલશે. તમને જણાવી દઇએ કે પહેલાં પણ ખોલવામાં આવ્યા હતા, પરંતુ સુરક્ષાના કારણોના લીધે તેને બંધ કરી દેવામાં આવ્યા હતા. તેનાથી આધાર (Aadhaar)ને અપડેટ કરાવવા અથવા ભૂલ સુધારવામાં સરળતા રહેશે. 


UIDAI એ ઉત્તર પ્રદેશના 7 નવા શહેરોમાં આધાર સેવા કેન્દ્ર (Aadhaar sewa kendra) ખોલવાનો પ્રસ્તાવ કર્યો છે. આ પ્રસ્તાવ વારાણસી, ગોરખપુર સહિત પ્રદેશના 7 મોટા શહેરો માટે છે. UIDAIના પ્રસ્તાવમાં કાનપુર (Kanpur), મેરઠ (Merrut), ઝાંસી (Jhansi), બરેલી (Bareilly) અને નોઇડા (Noida) પણ સામેલ છે.