Anand mahindra History: મહિન્દ્રાનું નામ લોકોના મગજમાં આવતાની સાથે જ તમને વધુ બે નામ યાદ આવશે - સ્કોર્પિયો અને બોલેરો. આ બંને મહિન્દ્રાની એસયુવી છે જે દાયકાઓથી ચાલી રહી છે, જે સમયાંતરે અપડેટ થતી રહે છે. આજે પણ તે બજારમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. બોલેરોને સૌપ્રથમવાર વર્ષ 2000માં અને સ્કોર્પિયોને સૌપ્રથમવાર વર્ષ 2002માં લોન્ચ કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિન્દ્રાએ પોતે આ સ્ટોરી કરી શેર-
મહિન્દ્રા સોશિયલ મીડિયામાં પણ એટલા જ એક્ટિવ રહી છે. એમના વીડિયો ધૂમ મચાવે છે. આજે તેઓ એક સફળ બિઝનેસમેન છે. જો સ્કોર્પિયોને લોન્ચ કરવામાં સફળતા મળી ન હોત તો આનંદ મહિંદાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હોત. હા એ સાચું છે. આનંદ મહિન્દ્રાએ પોતે આ સ્ટોરી શેર કરી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વર્તમાન ચેરમેન આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં તમિલનાડુ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ 2024 દરમિયાન પોતાના અને સ્કોર્પિયો સાથે સંબંધિત એક ખૂબ જ રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો.


મહિન્દ્રા કહ્યું કે જો સ્કોર્પિયો લોન્ચ સમયે સફળ ન થઈ હોત તો તેમને (આનંદ મહિન્દ્રા) પદથી હટાવી દેવામાં આવ્યા હોત. જોકે, તે સમયે તેમને આ વાતની ખબર નહોતી. આનંદ મહિન્દ્રાએ જણાવ્યું કે જ્યારે સ્કોર્પિયો લોન્ચ થયા બાદ માર્કેટમાં સફળ થઈ ત્યારે એક વખત ICICI બેંકના હેડ કે.વી.કામત તેમની સાથે ફ્લાઈટમાં હતા.


આનંદ મહિન્દ્રાએ જણાવ્યું કે કામતે ફ્લાઇટમાં તેમને કહ્યું, "આનંદ, શું તમે જાણો છો કે બોર્ડના તમામ સભ્યો, કેશવ મહિન્દ્રા પણ માનતા હતા કે આનંદ સ્કોર્પિયો પર મોટો દાવ લગાવી રહ્યા છે. તેમણે માત્ર એક પ્રોડક્ટ પર વધારે રૂપિયાનું રોકાણ કર્યું છે." આ ઉત્પાદન સફળ નહી જાય તો તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે." નોંધનીય છે કે સ્કોર્પિયોએ તેના લોન્ચિંગથી જ તેના દેખાવ અને ડિઝાઇન સાથે બજારમાં ધાક જમાવવાનું શરૂ કર્યું, જે આજ સુધી ચાલુ છે.