નવી દિલ્હી: આરોગ્ય સેતુ એપ 2 એપ્રિલના લોન્ચ કરવામાં આવી હતી. 2 મહિનામાં આ એપને ડાઉનલોડ્સની સંખ્યા 12 કરોડથી વધારે થઈ ગઈ છે. આ રીતે ભારતમાં સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલ હેલ્થ એપ્સની લીસ્ટમાં સામેલ થઈ ગયું છે. સરકારે હાલમાં જ આ એપને એન્ડ્રોયડ યૂઝર્સ માટે ઓપન સોર્સ કર્યું હતું. ત્યારબાદ થોડા સમયમાં એપે 12 કરોડ ડાઉનલોડના આંકડાને પાર કરી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પીએમઓના ટ્વિટમાં તેનો ઉલ્લેખ કર્યો છે. પીએમએ તેના ટ્વિટમાં કહ્યું, મને વિશ્વાસ છે કે, તમે આરોગ્ય સેતુ વિશે સાંભળ્યું હશે. 12 કરોડ સ્વાસ્થ્ય માટે જાગૃત લોકોએ તેને ડાઉનલોડ કરી છે. કોરોના વાયરસ સામે લડતમાં તેનાથી ધણી મદદ મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ફોનમાંથી ચાઈનીઝ એપને ઝડપથી કરે છે દૂર, ભારતમાં ઘણી ડાઉનલોડ થઈ છે આ એપ


13 દિવસમાં જોડાયા 5 કરોડ યૂઝર્સ
આરોગ્ય સેતુ એપથી માત્ર 13 દિવસમાં 5 કરોડ નવા યૂઝર્સ જોડાયા છે. સરકારે ઘણા ક્ષેત્રોમાં આ એપને અનિવાર્ય કરી છે. ઘણી ઓફિસ, રેલવે અને હવાઈ મુસાફરી દરમિયાન આ એપને રાખવું અનિવાર્ય કર્યું છે.


માઇક્રોસોફ્ટએ પત્રકારોને નોકરીમાંથી કર્યા છૂટા, હવે 'રોબોટ' કરશે કામ


આ રીતે ઉપયોગ કરો આરોગ્ય સેતુ એપ
સૌથી પહેલા આ એપ તમને પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી ફોનમાં ઇન્સ્ટોલ કરવી પડશે. આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કર્યા બાદ પ્રથમ વખત તેને ઓપન કરશો તો કેટલીક પરમિશન્સ પણ આપવી પડશે. આ એપ તમને મોબાઈલ નબંર, બ્લૂટૂથ અને લોકોશન ડેટાની મદદથી જાણકારી આપે છે કે, તમે સુરક્ષિત છે અથવા પછી તમે સંક્રમણના ખતરામાં છો. આરોગ્ય સેતુ એપ ઉપયોગ કરવા માટે બ્લૂટૂથ અને જીપીએસના એક્સેસ આપ્યા બાદ તમને મોબાઇલ નંબર રજિસ્ટર કરવો પડશે. આ નંબર પર આવનાર ઓટીપીની મદદથી તમે પોતાને વેરિફાઈ કરી શકશો.


આ પણ વાંચો:- ટ્રિપલ કેમેરાની સાથે લોન્ચ થયો Gionee K6, જાણો કિંમત અને સ્પેસિફિકેશન


તમને એલર્ટ કરે છે આરોગ્ય સેતુ
તમારા લોકેશન ડિટેલ્સ અને સોશિયલ ગ્રાફના આધાર પર આરોગ્ય સેતુ એપ જણાવશે કે તમે લો-રિસ્ક અથવા હાઈ રિસ્કની કેટેગરીમાં છો. જો તમે હાઈ રિસ્ક પર હશો તો એપ તમને એલર્ટ કરતા ટેસ્ટ સેન્ટર વિઝિટ કરવાની સલાહ પણ આપશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube