AC-Cooler Price Hike: કાળઝાળ ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે અને આવનાર મહિનાઓમાં તાપમાન ખુબ જ ચિંતાજનક રીતે વધી શકે છે. એવામાં આજકાલ ઓફિસ, ઘર, રેસ્ટોરન્ટ, હોટલ, ફોર્મ હાઉસ દરેક જગ્યાએ એસી કૂલરો ધમધમી રહ્યા છે. ઉનાળામાં AC-Coolerનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. જો તમે આ ગરમીઓની સીઝન માટે એક નવું એસી કે કૂલર ખરીદવાનું વિચારી રહ્યા છે તો અમે તમને જણાવી દઈએ કે સંભાવના એવી છે કે આ પ્રોડ્ક્ટ્સના ભાવ હજુ પણ ઘણા વધી શકે છે. આવો જાણીએ કે તેના પાછળ શું કારણ છે અને AC-Coolerના ભાવમાં કેટલો વધારો થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AC-Cooler Price Hike
માર્ચ મહિનો હવે પુરો થવામાં છે અને અત્યારથી જ ગરમી એટલી વધી ગઈ છે કે ઘરોમાં AC અને Cooler વગર કામ ચાલી રહ્યું નથી. આગામી મહિનાઓમાં વધનાર ગરમી માટે લોકો અત્યારથી તૈયારી કરી રહ્યા છે અને એવામાં, AC-Cooler નું વેચાણ વધી ગયું છે. જો તમે પણ AC-Cooler ખરીદવા જઈ રહ્યા છો તો અમે તમને જણાવી દઈએ કે આગામી સમયમાં 30 હજારના એસીની કિંમત ઓછામાં ઓછા 3 હજાર રૂપિયાનો વધારો થઈ શકે છે.


AC-Cooler Price Hike: કેટલો વધી શકે છે ભાવ
જો તમે વિચારી રહ્યા છો કે AC-Coolerના ભાવ કેટલો વધી શકે છે તો અમે તમને જણાવી દઈએ કે રિપોર્ટ્સનું માનીએ તો AC-Cooler ના ભાવોમાં 10 ટકાથી વધારે વધારો જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે અગાઉ પણ, Russia Ukraine Warના શરૂ થયા પછી પણ  AC-Cooler ના ભાવને 7-10 ટકા સુધી વધારવામાં આવ્યા હતા અને હવે એકવાર ફરી તેની કિંમતો વધી શકે છે.


AC-Cooler Price Hike: શું છે તેના પાછળનું કારણ
આવો જાણીએ કે આ પ્રોડક્ટ્સની કિંમતને કેમ વધારવામાં આવી શકે છે. જોકે, તાજેતરમાં જોવામાં આવ્યું છે કે મેટલ અને પ્લાસ્ટિક કોમ્પોનેંટની કિંમતમાં ઘણો વધારો થયો છે. જેના કારણે એવી આશા છેકે જલ્દીથી AC-Cooler સહિત ઘણા બીજા ઈલેક્ટ્રોનિક આઈટમોની કિંમત પણ વધી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube