AC Tips: ઘણીવાર લોકો ઉનાળો આવતાં જ એસી ચાલુ કરી દે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. ઉનાળામાં એસી ચલાવતા પહેલા કેટલીક મહત્વની બાબતો છે જે કરવી અત્યંત જરૂરી છે. ઉનાળાની સિઝન આવી ગઈ છે, ઘણા ઘરોમાં પંખા પણ શરૂ થઈ છે. જો તમે પણ  એર કંડિશનર ચલાવવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. મહિનાઓથી બંધ પડેલું તમારું AC તમારી એક ભૂલના કારણે ખરાબ ન થઈ જાય.  જો આ વસ્તુઓ પહેલા ન કરવામાં આવે તો પછીથી તમને ખર્ચનો મોટો કરંટ લાગી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસીની સર્વિસ સૌથી જરૂરી 
ઉનાળાની ઋતુમાં મહિનાઓથી બંધ રહેલું AC ચલાવતા પહેલા તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે AC ચલાવતા પહેલા ACની સર્વિસ કરાવવી ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી તમને ઉનાળાની ઋતુમાં માત્ર ઠંડી હવા જ નહીં મળે પરંતુ સમયાંતરે તેને સર્વિસ કરવાથી તમારા ACની લાઈફ વધી જશે. 


આ પણ વાંચોઃ આ 3 કારની કિંમત 5 લાખથી ઓછી, 1 લીટર પેટ્રોલમાં 25 km સુધી ચાલે છે ગાડી


વીજળીનું બિલ વધી જશે
બીજી બાજુ જો તમે ACને સર્વિસ કરાવ્યા વિના ચલાવો છો, તો એવું બની શકે છે કે તમારું AC રૂમને મોડું ઠંડું કરે છે. જેનાથી તમારી વીજળીનો વપરાશ વધશે, જેનો સીધો અર્થ છે કે મહિને તમારે વધુ વીજળીનું બિલ ભરવું પડશે. 


એસી ગેસ સંબંધિત આ કાર્ય પણ છે જરૂરી
એસી સર્વિસ કરાવવી જેટલી જરૂરી છે તેટલું જ જરૂરી છે એર કંડિશનરમાં ગેસની તપાસ કરવી પણ જરૂરી છે. તમે પણ ગેસ ચેક કર્યા વિના ઉનાળો આવે એટલે એસી ચાલુ કરી દીધું હોય, તો શક્ય છે કે કલાકો સુધી એસી ચલાવ્યા પછી પણ તમને ઠંડી હવા ન મળે. જો ઠંડક ઓછી હોય તો કહેવાય છે કે કોમ્પ્રેસર પર દબાણ વધી જાય છે જેના કારણે તે ખરાબ પણ થઈ શકે છે.  કોમ્પ્રેસરને નુકસાન એટલે તમારા ખિસ્સા પર મોટી તરાપ નક્કી છે.