સિયોલ: એંડ્રોઈડ સ્માર્ટફોન નિર્માતાઓને 2019માં 5G-આધારિત મોડલ લોંચ કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ તેનું કુલ વેચાણ 50 લાખ હેંડસેટ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એક રિપોર્ટમાં બુધવારે આ જાણકારી આપવામાં આવી છે. સમાચાર એજન્સી યોનહાપના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈંડસ્ટ્રી ટ્રેકર ટ્રેંડફોર્સના અનુસાર મુખ્ય સ્માર્ટફોન નિર્માતાઓ જેમ કે સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ અને હુવાવેઈએ 5G ડિવાઈસમાં સક્રિયતાથી રોકાણ કર્યું છે, જેથી બજારનું નેતૃત્વ કરી શકે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટ 2019: ખુશીના સમાચાર, ઈન્કમ ટેક્સ છૂટની મર્યાદા થઇ શકે છે 5 લાખ!


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 0.4 ટકા 5G મોડલ માર્કેટમાં હશે કારણ કે સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ સંપૂર્ણપણે પુરું થયું નથી. ટ્રેંડફોર્સે કહ્યું કે વ્યવસાયિક સંચાર માટે 5G બેસ સ્ટેશનો માટે 2022 સુધી વ્યાપક રીતે સ્થાપિત થવાની સંભાવના નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 5G સ્માર્ટફોન લોકપ્રિય બનાવવા માટે 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટાપાયે સ્થાપવાની જરૂર છે અને ટેલિકોમ પ્રોવાઈડરને 5G નેટવર્કની ગોઠવણ ઝડપથી કરવી પડશે. 

આજે GST કાઉંસિલની બેઠક, ઘર ખરીદનારાઓને મળી શકે છે મોટી રાહત


થોડા દિવસો પહેલાં ચાઇઝીન કંપની હુઆવેઈએ વોડાફોન આઇડિયા લિમિટેદ સાથે મળીને દેશમાં 5G ટેસ્ટનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બંને કંપનીઓના વરિષ્ઠ અધિકારી આ સંબંધમાં ટેલિકોમ સચિવ અરૂણા સુંદરરાજન સાથે મુલાકાત કરી ચૂક્યા છે. ટેલિકોમ્યુનિકેશન એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે તાજેતરમાં જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને અનુરોધ કર્યો હતો કે હુઆવેઈ, ઝેડટીઈ અને ફાઇબરહોમ જેવી ચીનની ટેલિકોમ ઉપકરણ બનાવનાર કંપનીઓ પાસેથી સરકારી સેવાઓ માટે ઉપકરણ ખરીદવા પર પ્રતિબંધ લગાવવામાં આવે. કાઉન્સિલે આ કંપનીઓથી રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર ખતરો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે ટેલિકોમ કંપનીઓના સંગઠન સેલ્યૂલર ઓપરેટર્સ એઓસિએશન ઓફ ઈન્ડિયા (સીઓએઆઈ)એ ટીઈપીસીની માંગને નિરાધાર ગણાવ્યા. 

તમારો મોબાઇલ નંબર જ બનશે ઈંશ્યોરેંસ નંબર! કંપનીઓએ આપ્યો IRDAI ને આ પ્રસ્તાવ


હુઆવેઈ રેસમાં આવતાં સરકાર 5G નેટવર્કની વ્યાવસાયિક શરૂઆત કરતી વખતે રાષ્ટ્રીય સુરક્ષાના ખતરા સંબંધિત આશંકારો પર ધ્યાન આપશે. જોકે જ્યાં સુધી 5G સેવાઓના પરિક્ષણમાં આ કંપનીઓના ભાગ લેવાની વાત છે, સરકારને હાલ તેનાથી કોઇ પ્રોબ્લમ નથી.