નવી દિલ્હી: લેપટોપ નિર્માતા કંપની એસર (Acer) એ તાજેતરમાં જ ભારતમાં પોતાના નવા લેપટોપ Acer Aspire Vero લોન્ચ કર્યું છે. આ લેપટોપ કાર્બન ઇમિશન્સને ઓછું કરે છે કારણ કે તેમાં પોસ્ટ-કંઝૂમર રીસાઇકિલ્ડ (PCR) પ્લાસ્ટિક ચૈસી (chassis) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. કવર ડિસ્પ્લે અને દમદાર બેટરી લાઇફ સાથે આ લેપટોપમાં ઘણા બધા કમાલના ફીચર્સથી સજ્જ છે. આવો એસરના આ લેપટોપના ફીચર્સ અને કિંમત વિશે જાણીએ.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધમાકેદાર ડિસ્પ્લે સાથે લોન્ક થયું Acer નું નવું લેપટોપ
Acer Aspire Vero માં તમને 15.6 ઇંચની ફૂલ એચડી આઇપીએસ એલઇડી-બેકલિટ ટીએફટી એલસીડી ડિસ્પ્લે મળશે જે 1,920 x 1,080 પિક્સલના રિઝોલ્યૂવેશન સાથે આવે છે. 4.50GHz ના ક્વાડ-કોર ઇંટેલ કોર i5-1155G7 પ્રોસેસર પર કામ કરનાર આ લેપટોપમાં તમને ઇંટેલ આઇરિસ Xe ગ્રાફિક્સ સપોર્ટ પણ મળશે. 

Taarak Mehta ટપ્પૂ અને બબીતા બાદ હવે ગોલી અને જૂની સોનું વચ્ચે શું રંધાઇ રહ્યું છે? PHOTO પર ફેન્સે પૂછ્યા સવાલ


એસરનું આ લેપટોપ છે એનવાયરમેન્ટ-ફ્રેંડલી
તમને જણાવી દઇએ કે કંપનીનું કહેવું છે કે એસરનું આ લેપટોપ પીસીઆર પ્લાસ્ટિક ચેસીસ (PCR Plastic Chassis) સાથે આવે છે જેનો દાવો છે કે તે કાર્બન ઇમિશન્સને 21% સુધી ઓછું કરી દે છે. કંપનીના હિસાબથી આ પીસીઆર પ્લાસ્ટિકને સ્ક્રીનના બેજેલ અને 50% કીકૈપ્સ પર પણ ઉપયોગ કરવામાં આવ્યું છે.  


લેપટોપની બેટરી લાઇફ
બેટરીની વાત કરીએ તો આ લેપટોપ-3 સેલ 48Whr ની બેટરીથી સજ્જ છે અને કંપનીનો દાવો છે કે એકવાર ચાર્જ કરતાં યૂઝર્સ આ લેપટોપને 10 કલાક સુધી વાપરી શકશે. એક એસી એડેપ્ટર દ્રારા આ લેપટોપ 65W નું ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેમાં તમને ફિંગર પ્રિન્ટ સ્કેનર અને બેકલિટ કીબોર્ડ સાથે 720 પિક્સલનો એક એચડી વેબકેમ પણ મળશે. 


Acer Aspire Vero ના અન્ય ફીચર્સ
એસર નું લેપટોપ વિંડોઝ 11 હોમ એડિશન પર કામ કરે છે. તેમાં 8GB RAM અને 512GB ની એસએસડી સ્ટોરેજ મળશે અને કનેક્ટિવિટીની વાત કરીએ તો આ લેપટોપ વાઇફાઇ 6, બ્લૂટૂથ v5.1 અને ગીગાબિટ એથેરનેટને સપોર્ટ કરે છે. તેમાં ત્મને એક એચડીએમઆઇ પોર્ટ, એક યૂએસબી 3.1 પોર્ટ, એક યૂએસબી 3.2 પોર્ટ, અને એક યૂએસબી ટાઇપ-સી પોર્ટ અને એક યૂએસબી 2.0 પોર્ટ મળશે. તમને જણાવી દઇએ કે Acer Aspire Vero લેપટોપ તમે એક જ કલર ઓપ્શનમાં 79,999 ની કિંમત પર એસરના ઓનલાઇન અથવા એક્સલૂસિવ સ્ટોર અને અન્ય રીટેલર સ્ટોર પરથી ખરીદી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube