નવી દિલ્હીઃ ફોટો એડિટિંગ એપનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે સરકારી સંસ્થાએ તેને લઈને ચેતવણી જાહેર કરી છે. એજન્સીએ યૂઝર્સને ચેતવણી આપતા કહ્યું કે  Adobe ના 29 સોફ્ટવેર અને સર્વિસથી સાવધાન રહેવું જોઈએ. 
CERT-In ને આ સોફ્ટવેરમાં યૂઝર્સ સાથે જોડાયેલી ઘણી ખામીઓ મળી છે.  Adobe ના ઘણા પોપુલર સોફ્ટવેર Photoshop, કોલ્ડ ફ્યૂઝન અને ક્રિએટિવ ક્લાઉડમાં યૂઝર્સને ખુબ ખામીઓ મળી છે, જે યૂઝર્સની દ્રષ્ટિએ ખતરનાક સાબિત થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી એજન્સીએ કહ્યું કે તેનાથી ખતરો હોઈ શકે છે. તેથી યૂઝર્સે પહેલાથી સાવધાન રહેવું જોઈએ. પરંતુ કંપની તરફથી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. તપાસ દરમિાયન આ એપમાં ખુબ ખામીઓની જાણકારી મળી છે, જેના પર સતત કામ કરવામાં આવી રહ્યું છે. તેવામાં તેનું ધ્યાન રાખવામાં આવે કે તમારી પાસે આ એપ છે કે નહીં.


આ પણ વાંચોઃ 10 રૂપિયાની ટૂથપેસ્ટ તમારી કારને કાચની જેમ ચમકાવી દેશે, અડધી ડોલ પાણીથી થઈ જશે કામ


વોર્નિંગમાં કહેવામાં આવ્યું છે કે તેમાં સિક્યોરિટી સિસ્ટમમાં ઘણી ખામીઓ જોવા મળી છે. તેની કારણે યૂઝર્સની ઘણી અંગત જાણકારી લીક થઈ શકે છે. તેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે. તેની શક્યતા વધુ છે કે યૂઝર્સની સેન્સેવિવ જાણકારી પણ લીક થઈ જાય. પરંતુ તેના લઈને સતત કામ પણ કરવામાં આવી રહ્યું છે, જે યૂઝર્સને ખુબ પરેશાન કરી શકે છે.


પહેલા પણ મળી ચુકી છે વોર્નિંગ
આ પ્રથમવાર નથી જ્યારે  તેને લઈને વોર્નિંગ આપવામાં આવી છે. સરકારી એજન્સી તરફથી પહેલા પણ તેને લઈને વોર્નિંગ આપવામાં આવી છે. તેથી યૂઝર્સે સતર્ક રહેવાની જરૂર હોય છે. તે પહેલા ચીની સ્માર્ટફોનથી પણ  CERT-In એ સતર્ક રહેવાનું કહ્યું હતું.