પેટ્રોલમાં 25 kmpl અને સીએનજીમાં 34 km/kg ની માઇલેજ આપે છે આ કાર, કિંમત 5.54 લાખથી શરૂ
Maruti Suzuki WagonR Price And Mileage: મારુતિ સુઝુકીની બજેટ ફેમિલી કાર WagonR હાલમાં દેશમાં ત્રીજી સૌથી વધુ વેચાતી કાર છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 5.54 લાખથી શરૂ થાય છે અને તે પેટ્રોલ તેમજ CNG વિકલ્પમાં વેચાય છે.
નવી દિલ્હીઃ મારૂતિ સુઝુકી વેગનઆર (Maruti Suzuki WagonR) એક એવી કાર છે, જેણે બજેટ હેચબેક સેગમેન્ટમાં હંમેશા પોતાની જગ્યા બનાવી રાખી છે. જે લોકો 6-8 લાખ રૂપિયા સુધીની કિંમતમાં પોતાના માટે પેર્ટોલ કે સીએનજી પાવર્ડ કાર ખરીદવા ઈચ્છે છે, તેના માટે વેગનઆર સારો વિકલ્પ છે, કારણ કે આ બંને એન્જિન ઓપ્શનમાં છે અને તેની માઇલેજ જબરદસ્ત છે. પાછલા જુલાઈનો સેલ્સ ચાર્ટ જુઓ તો મારૂતિ વેગનઆર ત્રીજી સૌથી વધુ વેચાનારી કાર રહી અને તેને 16191 લોકોએ ખરીદી હતી. વેગનઆર પહેલા મિડસાઇઝ એસયુવી ક્રેટા અને પ્રીમિયમ હેચબેક મારૂતિ સુઝુકી સ્વિફ્ટ રહી. આવો આજે મારૂતી સુઝુકીની આ ફેમેલી હેચબેકની કિંમત અને ખાસિયત વિશે જાણીએ.
કુલ 11 વેરિએન્ટ અને કિંમત 7.33 લાખ સુધી
જે લોકો મારૂતિ સુઝુકી વેગનઆર ખરીદવાનું વિચારી રહ્યાં છે, તેને જણાવી દઈએ કે તે હેચબેક એલએક્સઆઈ, વીએક્સઆઈ, ઝેડએક્સઆઈ અને ઝેડએક્સઆઈ પ્લસ જેવા ટ્રિમની સાથે કુલ 11 વેરિએન્ટમાં છે અને તેમાંથી બે વેરિએન્ટ સીએનજી ઓપ્શનમાં છે. જ્યાં વેગનઆર પેટ્રોલ વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત 5.54 લાખ રૂપિયાથી શરૂ થઈ 7.33 લાખ રૂપિયા સુધી જાય છે, તો વેગનઆર સીએનજીની એક્સ શોરૂમ કિંમત 6.44 લાખ રૂપિયાથી લઈને 6.89 લાખ રૂપિયા સુધી જાય છે.
આ પણ વાંચોઃ આધારમાં એડ્રેસ અપડેટ કરવામાં એક નાનકડી ભૂલ પડી શકે છે ભારે, જાણો કેવી રીતે
એન્જિન-પાવર
મારૂતિ સુઝુકી વેગનઆરમાં બે પ્રકારના એન્જિન વિકલ્પ મળે છે. વેગનઆરનું 1 લીટર પેટ્રોલ એન્જિન 67 પીએસના પાવર અને 89 ન્યૂટન મીટરનો પિક ટોર્ક જનરેટ કરે છે. તો તેનું 1.2 લીટર એન્જિન 90 પીએસનો પાવર અને 113 ન્યૂટન મીટરનો પિક ટોર્ક પેદા કરે છે. આ બંને એન્જિનની સાથે 5 સ્પીડ મેનુઅલ કે 5 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પ મળે છે. વેગનઆર સીએનજીમાં 57 પીએસનો પાવર અને 82 એનએમનો ટોર્ક મળે છે અને તે માત્ર મેનુઅલ ગિયરબોક્સ વિકલ્પની સાથે આવે છે.
માઇલેજ અને ફીચર્સ
મારૂતિ સુઝુકી વેગનઆરના માઇલેજની વાત કરીએ તો તેના 1 લીટર મેનુઅલ વેરિએન્ટનું માઇલેજ 24.35 kmpl સુધી, 1 લીટર ઓટોમેટિક વેરિએન્ટનું માઇલેજ 25.19 kmpl સુધી, 1 લીટર સીએનજી વેરિએન્ટનું માઇલેજ 34 km/kg સુધી, 1.2 લીટર મેનુઅલ વેરિએન્ટનું માઇલેજ 23.56 kmpl સુધી અને 1.2 લીટર એએમટી વેરિએન્ટનું માઇલેજ 24.43 kmpl સુધી છે. કેમ કે આ બજેટ હેચબેક કાર છે, તેવામાં તેમાં વધુ ફીચર્સ નથી, પરંતુ જરૂરીયાત મુજબ તેમાં વધી સુવિધા છે. વેગનઆરમાં 7 સિંગલ ટોન અને બે ડુઅલ ટોન કલર ઓપ્શન મળે છે. સાથે તેમાં 7 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે, 4 સ્પીકરવાળી ઓડિયો સિસ્ટમ, ડુઅલ ફ્રંટ એરબેગ, રિયર પાર્કિંગ સેન્સર, ઈબીડીની સાથે એબીએસ સહિત અન્ય ખુબીઓ પણ છે.