નવી દિલ્હીઃ મોટોરોલાએ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન તરીકે Moto G22 ને લોન્ચ કરી દીધો છે. મોટોરોલાનો નવો પોકેટ-ફ્રેન્ડલી સ્માર્ટફોન મીડિયાટેક હીલિયો G37 ચિપથી લેસ છે, જેને PowerVR GE8320 GPU અને 4GB RAM ની સાથે જોડવામાં આવ્યો છે. Moto G22 માં 6.5-ઇંચ HD+ MaxVision LCD ડિસ્પ્લે 90Hz રિફ્રેશ રેટની સાથે આવે છે. મોટોરોલા સ્માર્ટફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે, જે 50 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સરથી લેસ છે. Moto G22 ને એક સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર મળે છે અને એક  5000mAh ની બેટરી પેક કરે છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તે બે દિવસથી વધુ સમય ચાલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Moto G22 ના સ્પેક્સ અને ફીચર્સ
- ડ્યુઅલ સિમ (નેનો) Moto G22 ટોપ પર MyUX સ્કિનની સાથે Android 12 પર કામ કરે છે. તેમાં 6.5 ઇંચની એચડી+ (720x1,600 પિક્સલ) મેક્સવિઝન એલસીડી ડિસ્પ્લે છે, જેમાં 90Hz રિફ્રેશ રેટ, 268ppi પિક્સલ ડેનસિટી અને 20:9 આસ્પેક્ટ રેશિયો છે. હુડ હેઠળ Moto G22 માં એક ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો G37 ચિપ છે, જે PowerVR GE8320 GPU અને 4GB RAM ની સાથે છે. 


- ફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ મળે છે. તેમાં  f/1.8 અપર્ચરવાળુ 50 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર, f/2.2 અપર્ચર 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ શૂટર,  f/2.4 અપર્ચર 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર અને f/2.4 અપર્ચર 2 મેગાપિક્સલનું મેક્રો સેન્સર છે. કેમેરાના ફ્રંટમાં એક 16 મેગાપિક્સલનું સેન્સર છે, જે એક સેન્ટર પંચ-હોલ કટઆઉટમાં છે. 


આ પણ વાંચોઃ ભારતમાં લોન્ચ થશે સેમસંગનો દમદાર સ્માર્ટફોન Galaxy F23 5g, જાણો કિંમત અને ખાસિયત  


- Moto G22 માં 64 જીબીનું ઓનબોર્ડ સ્ટોરેજ છે, જેને માઇક્રોએસટી કાર્ડથી (1 ટીબી) વધારી શકાય છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 4G LTE, 802.11એ/બી/જી/એન/એસીની સાથે ડ્યુઅલ બેન્ડ વાઈ-ફાઈ, બ્લૂટૂથ  v5, એનએફસી, યૂએસબી ટાઈપ સી અને 3.5 એમએસ હેડફોન જેક સામેલ છે. ઓનબોર્ડ સેન્સરમાં સાઇડ માઉન્ટેન ફિંગરપ્રિન્ટ સેન્સર, એક્સેલેરોમીટર, જાયરોસ્કોર, ઈ-કંપાસ, જીપીએસ, એ-જીપીએસ, એલટીઈપીપી, એસયૂપીએલ, ગ્લોનાસ અને ગેલીલિયો સામેલ છે. 


- નવા મોટો ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5000mAh ની બેટરી મળે છે. તેના બોક્સમાં માત્ર 10W નું ચાર્જર મળે છે. ફોનમાં વોટર-રેસિસ્ટેન્ટ ડિઝાઇન પણ છે. તેનું ડાયમેન્શન 163.95x74.94x8.49mm અને વજન 185 ગ્રામ છે. 


આટલી છે કિંમત
કંપનીએ આ ફોનને હાલ યૂરોપમાં લોન્ચ કર્યો છે. જ્યાં મોટો G22 ની કિંમત એકમાત્ર 4GB+64GB સ્ટોરેજ વેરિએન્ટ માટે 
EUR 169.99 (લગભગ 14,270 રૂપિયા) છે. તે હાલ યુરોપિયન બજારમાં લોન્ચ થયો છે. આ ફોનને કંપની ભારત સહિત અન્ય બજારમાં જલદી લોન્ચ કરશે.