હેલસિંકી: થોડા સમય પહેલાં સુધી ફીચર ફોન માટે દરેક મોંઢે છવાયેલા નોકિયા ફરી એકવાર સ્માર્ટફોન માર્કેટમાં નવું કરવા જઇ રહી છે. નોકિયા બ્રાંડના ફોન બનાવનાર કંપની એચએમડી ગ્લોબલે આ પુષ્ટિ કરી કે અમેરિકામાં કંપની પોતાનો સસ્તો નોકિયા 5જી ફોન આગામી વર્ષે 2020માં લઇને આવી રહી છે. એચએમડી ગ્લોબલના મુખ્ય ઉત્પાદક અધિકારી જુહો સરવિકાસે કહ્યું 'અમે અમારા માટે 5G ફોનને સસ્તી કિંમતમાં લોન્ચ કરવા અને માર્કેટમાં પ્રવેશ કરવા માટે તેને એક વિશેષ અવસરના રૂપમાં જોઇએ છીએ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે લોન્ચ થશે MOTOROLA નો નવો ફોન 'One Action', આ હશે ખાસ ફીચર્સ


ફોન અડધી કિંમતે આવવાની આશા
તેમણે કહ્યું કે ''હું આજની તુલનામાં ઉપલબ્ધિના હિસાબે તેને સસ્તો કહી રહ્યો છું, જે હાલમાં 5G ના ભાવ છે તેનાથી અડધી કિંમતમાં નોકિયાના ડિવાઇસને જોવાનું પસંદ કરીશ. ન્યૂઝ વેબસાઇટ ગિઝ્મો ચાઇના તરફથી કહેવામાં આવ્યું છે કે એચએમડી ગ્લોબલ આ વર્ષના અંત સુધી બે નોકિયા 5G સ્માર્ટફોનને લઇને આવી શકે છે. તેમાંથી એક સ્માર્ટફોન ફ્લેગશિપ હોઇ શકે છે, જેમાં સ્નૈપડ્રેગન 855 એસઓસી, એક્સ55 મોડમ પેયરડ 5જી કનેક્ટિવિટીની સાથે આવશે.

વિવોએ લોન્ચ કર્યો S સિરીઝનો નવો સ્માર્ટફોન, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ  


બીજું ડિવાઇસ અને મિડરેંજનો હોઇ શકે છે, જે સ્નૈપડ્રૈગન 700 સીરીઝ ચિપસેટ સાથે પાવર્ડ હશે. ભારતમાં 5G સેવાઓ આગામી વર્ષથી શરૂ થઇ શકે છે. આ મુજબ 2020 સુધી ભારતીય માર્કેટમાં નોકીયા પોતાનો 5G ફોન ઉતારી શકે છે.