નવી દિલ્હી: ડેટા લીક મામલા બાદથી ફેસબુક સતત પોતાને અપડેટ કરી રહ્યું છે. એકતરફ જ્યાં પ્રાઇવેસી સેટિંગ્સમાં ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ ફેસબુક નવા ફીચર્સ એડ કરવાનું છે. એવું જ એક ફીચર ફેસબુક મેસેંજર માટે પણ તૈયાર કરવામાં આવ્યું છે. ફેસબુક પોતાના મેસેંજરમાં એક નવું ફીચર ‘Unsend’ લાવી શકે છે. આ બિલકુલ એવું જ હશે જેમ વોટ્સઅપે થોડા સમય પહેલાં ડિલીટ ફોર એવરીવનના નામે લોંચ કર્યું હતું.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કદાચ તમને યાદ હશે વોટ્સઅપે નવેમ્બર 2017માં આ ફીચરની શરૂઆત કરી હતી. તેને ‘Delete for everyone’ નામ આપવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી વોટ્સઅપ યૂજર્સ પોતાના મોકલેલા મેસેજને પરત લઇ શકો છો. હવે આવું જ ફીચર ફેસબુક મેસેંજરમાં પણ ઉમેરવાની તૈયારી છે. ટેક ક્રંચના એક રિપોર્ટ અનુસાર ફેસબુક આગામી થોડા મહિનાઓમાં 'Unsend' ફીચર લાવવાનું છે.

15 દિવસમાં બદલી જશે Facebook, ઝુકરબર્ગે કરી મોટી જાહેરાત


તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે ફેસબુકે પોતાના સીઇઓ માર્ક જુકરબર્ગે બધા જૂના મેસેજ ડિલીટ કરી દીધા છે. વિભિન્ન મીડિયા રિપોર્ટ્સમાં આ વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ફેસબુકે પોતાના સંસ્થાપક માર્ક જુકરબર્ગના બધા જૂના મેસેજ હટાવી દેવામાં આવ્યા છે. આ બધા મેસેજ તે છે જે માર્ક જુકરબર્ગે બીજા લોકોને મોકલ્યા હતા. જ્યારે જુકરબર્ગે લોકોને આ મેસેજનો રિપ્લાઇ કર્યો હતો, તે હજુ પણ ફેસબુક ઉપલબ્ધ છે. 


કહેવામાં આવી રહ્યું છે કે ફેસબુક પરથી પોતાના ડેટા હિસ્ટ્રી ડાઉનલોડ કરીને બીજા યૂજર્સને રિપ્લાઇ તો આવી રહ્યાં છે પરંતુ જુકરબર્ગે જે ચેટ કરી છે તે નથી આવી રહી. ટેકક્રંચે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ફેસબુકે સોની પિક્ચર હેકમાં મેંશન કર્યું છે કે તેનો કેટલોક ડેટા ચોરી થયો છે. ફેસબુક તરફથી આ રિપ્લાઇ તે સમયે આપવામાં આવ્યો હતો જ્યારે સોની પિક્સચરનો કેટલોક ડેટા હેક થયો હતો. આ વર્ષ 2014ની વાત છે. 


તમને જણાવી દઇએ કે ફેસબુક હવે પહેલાં જેવું નથી રહ્યું. ટૂંક સમયમાં તેમાં ફેરફાર જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો આગામી 15 દિવસમાં ફેસબુકમાં ઘણા ફેરફાર કરવામાં આવશે. કંપનીના ચીફ પ્રાઇવેસી ઓફિસર એરિન એગલે પોતે તેનો ખુલાસો કર્યો છે. એરિનના અનુસાર નવા ફેરફારો બાદ યૂજર્સ પોતાની અંગત જાણકારી સુરક્ષિત રાખી શકશે. યૂજર્સ પાસે પોતાની અંગત જાણકારી પર વધુ કંટ્રોલ રાખવાનો અધિકાર હશે. આ ઉપરાં ફેસબુક પર પ્રાઇવેસી સેટિંગ્સ અને મેન્યૂને પણ સરળ બનાવવામાં આવશે.  


ફેસબુક પોતાની પ્રાઇવેસી સેટિંગ્સમાં ફેરફાર કરી રહી છે. નવા પ્રાઇવેસી સેટિંગ્સના શોર્ટકટ મેન્યૂ બનાવવામાં આવી રહ્યાં છે. તેનાથી યૂજર્સને એકાઉન્ટ અને અંગત જાણકારી પર પહેલાં કરતાં વધુ કાબૂ રહેશે. તેનાથી યૂજર્સ પોતાની શેરિંગ પોસ્ટ, ડિલીટ પોસ્ટ પણ સમીક્ષા કરી શકશે. યૂજર્સે થોડા સમય પહેલાં જે પોસ્ટ પર રિએક્ટ કરવામાં આવ્યું હોય અથવા પછી ફ્રેંડ રિક્વેસ્ટ મોકલી હોય અથવા પછી જે સર્ચ કર્યું હોય. આ બધાની સમીક્ષા કરવામાં આવશે. તેના માટે પણ અલગથી ઓપ્શન આપવામાં આવશે. 


યૂજર્સ ફેસબુક સાથે શેર કરેલા ડેટાને ડાઉનલોડ કરી શકશે. તેમાં અપલોડ કરવામાં આવેલા ફોટો, કોંટેક્ટ્સ અને ટાઇમલાઇન પર હાજર પોસ્ટને ડાઉનલોડ કરી શકાશે. કોઇ બીજી જગ્યાએ શેર કરવાની પણ સુવિધા હશે. ફેસબુક પોતાની ટર્મ ઓફ સર્વિસ અને ડેટા પોલીસીને યૂજર્સ સમક્ષ જાહેર કરશે. યૂજર્સને જાણકારી આપવામાં આવશે કે તેમની પાસે કયા પ્રકારની જાણકારી માંગવામાં આવી રહી છે. સાથે જ તેનો ઉપયોગ શા માટે થાય છે અથવા થઇ રહ્યો છે.