Jio ને ટક્કર આપવા માટે Airtel એ ઉતાર્યો આ પ્લાન, ઓછા રૂપિયામાં મળશે 365 દિવસની વેલિડિટી
Airtel Best Plan: જો તમે એરટેલનો લાંબી વેલિડિટીવાળો પ્લાન લેવા ઈચ્છો છો તો ચિંતા ન કરો, તમને અહીં બધી જાણકારી મળશે. આજે અમે તમને એરટેલના એક એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ, જે 365 દિવસની વેલિડિટી સાથે આવે છે.
Airtel 365 Days Validity Plan: એરટેલ દેશની મોટી ટેલીકોમ કંપની છે. તેના યુઝર્સ કરોડોમાં છે. તાજેતરમાં ટેલીકોમ કંપનીઓએ પોતાના ટેરિફ પ્લાન્સની કિંમતોમાં વધારો કર્યો હતો. સૌથી પહેલા આ કવાયત રિલાયન્સ જિયોએ શરૂ કરી હતી. જિયોએ 3 જુલાઈએ પોતાના પ્લાન્સના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારબાદ એરટેલ અને VI એ પણ ટેરિફમાં વધારો કર્યો હતો. વધારા બાદ તમે એરટેલનો ઓછા રૂપિયામાં એક વર્ષનો પ્લાન લેવા ઈચ્છો છો તો પરેશાન ન થતાં. અહીં તમને દરેક જાણકારી મળશે. આજે અમે તમને એરટેલના એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ જે 365 દિવસની વેલિડિટી સાથે આવે છે.
Airtel નો સૌથી સસ્તો 365 દિવસની વેલિડિટીવાળો પ્લાન
કંપનીના પોર્ટફોલિયોમાં ઘણા એવા પ્લાન્સ છે, જે 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. પરંતુ અમે જે પ્લાન વિશે વાત કરી રહ્યાં છીએ તેની કિંમત 1999 રૂપિયા છે. આ કંપનીનો સૌથી સારો લોન્ગ ટર્મ પ્લાન છે. આ પ્લાનમાં ઓછા રૂપિયામાં યુઝર્સને 365 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે.
આ પણ વાંચોઃ લોકોના દિલો પર રાજ કરવા આવી રહી છે 3 નવી SUV,લોન્ચ ડેટ કન્ફર્મ, જાણો તેની ખાસિયત
આ સાથે તેમાં યુઝર્સને દરરોજ 100 SMS પણ મળે છે. આ સિવાય પ્લાનમાં 24 જીબી ડેટા આપવામાં આવે છે. યુઝર્સ એડિશનલ ડેટા ખરીદી પણ શકે છે. તે માટે ડેટા વાઉચરનો ઉપયોગ કરવો પડશે. આ પ્લાન તે યુઝર્સ માટે બેસ્ટ ઓપ્શન છે, જે ઓછો ડેટા અને વધુ વેલિડિટી ઈચ્છે છે.
આ પ્લાનની સાથે યુઝર્સને એડિશનલ બેનિફિટ્સ પણ મળે છે. તેમાં યુઝર્સને Apollo 24|7 Circle નું ત્રણ મહિનાનું ફ્રી એક્સેસ મળે છે. તેની સાથે યુઝરને ફ્રી હેલો ટ્યુન ઓન વિંક અને વિંક મ્યુઝિક જેવી સુવિધા મળે છે. આ સિવાય એરટેલની પાસે 365 દિવસની વેલિડિટીમાં 3599 રૂપિયા અને 3999 રૂપિયાનો પ્લાન પણ ઉપલબ્ધ છે.