નવી દિલ્હીઃ Airtel અને જિયો તરફથી રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરી દેવામાં આવ્યો છે. પરંતુ હજુ કેટલાક એવા રિચાર્જ પ્લાન છે જે યૂઝર્સ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ એરટેલનો 22 રૂપિયાવાળો પ્લાન છે અને તેમાં ઘણી ખાસિયત મળે છે. આજે અમે તમને તે પ્લાનની જાણકારી આપી રહ્યાં છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Airtel 22 Prepaid Plan-
આ પ્લાન એવા યૂઝર્સ માટે સારો સાબિત થઈ શકે છે જે ઓછી કિંમતવાળો પ્લાન સર્ચ કરે છે. તેમાં તમને 1 જીબી ડેટા આપવામાં આવે છે અને તે સુપરફાસ્ટ ઈન્ટરનેટ સાથે આવે છે. તેવામાં કહી શકાય કે આ તમારા માટે સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. સાથે 1 જીબી ડેટાને કારણે તે ખુબ ટ્રેન્ડમાં રહે છે.


આ પણ વાંચોઃ દુનિયાના પહેલી પેટ્રોલ+સીએનજી બાઈક Freedom 125 CNG લોન્ચ થઈ, માઈલેજ જાણીને દંગ રહેશો


Airtel 33 Prepaid Plan-
જો તમે વધુ ડેટા સર્ચ કરી રહ્યાં છો તો આ પ્લાન તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં 1 દિવસમાં 2જીબી ડેટા આપવામાં આવે છે. એટલે કે તમને ઓછા પૈસામાં સુપરફાસ્ટ ઈન્ટરનેટ મળી શકે છે. આ પ્લાન ખરીદવા માટે તમારે ઓનલાઈન રિચાર્જ કરવું પડશે અને કોઈ એક્ટિવ પ્લાન તમારી પાસે હોવો જરૂરી છે. ત્યારબાદ તમે આ રિચાર્જ કરી શકો છો.


એરટેલે કર્યો ભાવ વધારો
એરટેલ તરફથી તાજેતરમાં રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. 3 જુલાઈથી દેશની બીજી સૌથી મોટી ટેલીકોમ કંપનીએ પોતાના ટેરિફમાં વધારો લાગૂ કરી દીધો છે.