કેટલાક લોકો ઇન્ટરનેટ ફક્ત મોબાઇલ પર યૂઝ કરે છે તો કેટલાક લોકો મોબાઇલની સાથે-સાથે ઘરમાં પણ બ્રોડબેંડ અને ફાઇબર કનેક્શન દ્વારા હાઇ સ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો સામાન્ય રીતે બહાર ફરતા રહે છે અથવા ટ્રાવેલ દરમિયાન કામ કરે છે. એવામાં ઘણા બધા ડિવાઇસીસમાં ઠીકઠાક ઇન્ટરનેટ સ્પીડની જરૂરિયાતને પુરી કરવા માટે 4G હોટસ્પોટની જરૂર પડે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ભારતીય બિઝનેસમેને દાન કરી દીધા 1.45 કરોડ રૂપિયા, શિક્ષણ ક્ષેત્ર કરી રહ્યા છે કામ


ભારતમાં વ્યાજબી 4G હોટસ્પોડની શરૂઆત રિલાયન્સ જિયોએ કરી હતી. જિયોએ ભારતીય બજારમાં પોતાના JioFi ને ઉતાર્યું હતું. ત્યારબાદ બીજી કંપનીઓએ પણ જિયોવાળો માર્ગ અપનાવ્યો અને પોતાના હોટસ્પોટની કિંમતોમાં ઘટાડો કરી દીધો. એરટેલ પાસે પણ પોર્ટફોલિયોમાં એરટેલ 4G હોટસ્પોટ છે. એરટેલે જિયો સાથે મુકાબલો કરવા માટે 4G હોટસ્પોટના ભાવમાં ઘટાડો કર્યો હતો. હવે 4G હોટસ્પોટને વધુ સારા મંથલી પ્લાન સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. 

એક સમયે હોટલમાં ધોતા હતા વાસણ, આજે છે પાકિસ્તાનના સૌથી અમીર વ્યક્તિ


એરટેલ 4G હોટસ્પોટની સાથે ખાસકરીને બે જ મંથલી રેંટલ પ્લાન ઉપલબ્ધ હોય છે. પહેલો પ્લાન 399 રૂપિયાનો છે, જેમાં એક મહિના માટે 50 GB ડેટા મળે છે. ત્યારબાદ પણ ગ્રાહકોને અનલિમિટેડ ડેટા પેકેજ મળે છે, પરંતુ તેની સ્પીડ 80kbps થઇ જાય છે. એરટેલ પાસે બીજો પ્લાન 599 રૂપિયાનો છે, જેમાં એક મહિના માટે 100GB ડેટા યૂજર્સને આપવામાં આવે છે. આ પ્લાનમાં પણ લિમિટ ખતમ થઇ ગયા બાદ 80kbps થઇ જશે. 

8GB રેમવાળો Honor Magic 2 3D થયો લોન્ચ, જાણો કિંમત અને અન્ય ખૂબીઓ


આ ઉપરાંત એરટેલ દ્વારા 4G હોટસ્પોટ યૂજર્સને 6 મહિનાનું એડવાન્સ રેંટલ પ્લાન્સ પણ ઓફર કરે છે. એરટેલનો જે પહેલો 399 રૂપિયાવાળો પ્લાન છે, જો તેને 6 મહિના માટે એડવાન્સમાં ખરીદવામાં આવે તો તેની કિંમત 2,400 રૂપિયા હશે. જોકે તેમાં ગ્રાહકોના 999 રૂપિયા બચશે કારણ કે તેને ડિવાઇસ માટે પૈસા આપવા નહી પડે. આ પ્રકારે જો 100GB પ્રતિ મહિનેવાળો પ્લાન જો ગ્રાહક લેશે તો તેને 6 મહિનાના એડવાન્સ રેંટલ પ્લાન માટે 3600 આપવા પડશે.