નવી દિલ્હી; આજના સમયમાં ઓટીટી પ્લેટફોર્મ્સનો ઉપયોગ ખૂબ વધી ગયો છે પરંતુ આ ઓટીટી પ્લેટફોર્મ્સ પર કંટેન્ટ જોવા માટે તમારે તેનું મેમ્બર હોવું જરૂરી છે. આ ચેનલ્સના સબ્સક્રિપ્શનની ફી ખૂબ વધુ હોય છે એટલા માટે ઘણા બધા લોકો તેની મજા માણી શકતા નથી. એવામાં ટેલીકોમ કંપનીએ પોતાના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સમાં આ ઓટીટી ચેનલ્સનું સબ્સિક્રપ્શન ઉમેરી દીધું છે. આવો Airtel ના કેટલાક એવા પ્રીપેડ પ્લાન્સ વિશે વાત કરીએ જે ઓછી કિંમતમાં તમને ડેટા અને કોલિંગના ફાયદા સાથે ઓટીટી સબ્સ્ક્રિપ્શન્સ પણ મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

89 રૂપિયામાં અમેઝોન પ્રાઇમ વીડિયોનું સબ્સ્ક્રિપ્શન
એરટેલના એડ-ઓન પ્લાન્સની વાત કરીએ તો 89 રૂપિયાવાળાને સૌથી સારા પ્લાન્સમાંથી એક ગણવામાં આવે છે. તેમાં યૂઝરને 89 રૂપિયામાં  6GB ડેટા તો મળે જ છે પરંતુ આ સાથે જ તેમને અમેઝોન પ્રાઇમ વીડિયોના મોબાઇલ એડિશન અને ફ્રી હેલો ટ્યૂન્સના એક્સેસ પણ આપવામાં આવે છે. વેલિડિટીની વાત કરીએ તો આ પ્લાનની વેલિડિટી તમારા હાલના પ્લાનની માન્યતાની બરાબર છે. 


એરટેલ 250 રૂપિયાથી ઓછી કિંમતના ઘણા બધા પ્રીપેડ પ્લાન્સ ઓફર કરે છે જેની કિંમત 48 રૂપિયાથી શરૂ થઇ જાય છે. 48 રૂપિયાવાળા પ્લાન એક એડ-ઓન ડેટા પેક છે જેમાં તમને 3GB ડેટા મળે છે અને તેની વેલિડિટી તમને મેન પ્લાનની વેલિડિટી જેટલી હોય છે.  


78 રૂપિયાનો પ્લાન પણ આ પ્રકારનું એડ-ઓન પેક છે. તેમાં તમને કુલ 5GB ડેટા આપવામાં આવશે અને તેની વેલિડિટી પણ તમારા મેન પ્લાન જેટલી હશે. 

SRK ની પત્ની ગૌરી ખાન પહેરે છે આટલું મોંઘું જીન્સ, આ કિંમતમાં તમે ખરીદી શકો છો iPhone


એરટેલનો એક પ્રીપેડ એડ-ઓન ડેટા પ્લાન 98 રૂપિયાનો પણ છે. આ પ્લાનમાં તમને કુલ મળીને 12GB ઇન્ટરનેટ આપવામાં આવી રહ્યું છે અને આ પ્લાનની વેલિડિટી તમારા હાલના પ્લાનની વેલિડિટી જેટલી હોય છે. 


અત્યારે અમે એરટેલના તે પ્લાન્સ વિશે જાણ્યું જેની કિંમત 100 રૂપિયાથી ઓછી છે. હવે વાત કરીએ એરટેલના 250 રૂપિયાથી ઓછી કિંમતવાળા પ્લાન્સની, જેનો ભાવ 119 રૂપિયાથી શરૂ થાય છે. 


એરટેલના 119 રૂપિયાવાળા પ્લાન્સમાં તમને 15GB ઇન્ટરનેટ, એરટેલ એક્સ-સ્ટ્રીમ મોબાઇલ પેકનું એક્સેસ અને 30 દિવસો માટે ઇરોઝ નાઉ, મનોરમા મેક્સ અને હોઇચોઇ ચેનલ્સનું સબ્સિક્રપ્શન મળશે. આ પ્લાનની વેલિડિટી તમને મેન પ્લાનની વેલિડિટી જેટલી જ છે. 

એવી 11 અભિનેત્રીઓ જેમણે પૈસા માટે કર્યા દેહના સોદા, નામ સાંભળશો તો વિશ્વાસ નહી થાય


એરટેલનો એક પ્લાન 248 રૂપિયાનો પણ છે જેમાં તમને તમારા હાલના પ્લાનની વેલિડિટી માટે 25GB ડેટા અને વિંક મ્યૂઝિક પ્રીમિયમ એપનું એક્સેસ પણ મળશે. 


એરટેલનું એક પેક 251 રૂપિયાનું પણ છે. જેમાં તમને હાલના પ્લાનની વેલિડિટી માટે 50GB ડેટા અને વિંક મ્યૂઝિક પ્રીમિયમ એપનું એક્સેસ મળશે. તમને જણાવી દઇએ કે કોઇપણ ટેલેકડો કંપની આટલા સસ્તા ઓટીટી બેનિફિટ્સવાળા પ્રીપેડ એડ-ઓન પેક્સની સુવિધા આપતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube