નવી દિલ્હીઃ ટેલીકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નવા-નવા પ્લાન લોન્ચ કરી રહી છે. હવે ભારતની દિગ્ગજ ટેલીકોમ કંપનીએ બ્લેક પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં સૌથી સસ્તો પ્લાન 699 રૂપિયાનો છે. પ્લાનમાં યૂઝર્સને ડિઝ્ની+હોટસ્ટારનું સબ્સક્રિપ્શન મળશે. જો અન્ય ફાયદાની વાત કરીએ તો તેમાં Cable,  OTT, Internet નો ફાયદો મળે છે. 699ના પ્લાનમાં 40Mbps અને લેન્ડલાઇનની સાથે એક્સટ્રીમ ફાઇબર કનેક્શન પણ મળી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

699 રૂપિયાના પ્લાનમાં એરટેલ ડિજિટલ ટીવી પર વધારાની ચુકવણી વગર 300 રૂપિયા સુધીની ટીવી ચેનલો લઈ શકાય છે. ઓટીટીની વાત કરીએ તો ડિઝ્ની+હોટસ્ટારની સાથે એરટેલ એક્સટ્રીમનું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. યૂઝર્સો કંપનીના આ પ્લાનને વધુ પસંદ કરી રહ્યાં છે. આ સિવાય કંપની વધુ એક નવો પ્લાન લઈને આવી છે. 


1599 રૂપિયાવાળો પ્લાન
એરટેલે 1599 રૂપિયાવાળો એક પ્લાન પણ લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં 300Mbps Speed, Landline અને એરટેલ ડિજિટલ ટીવી પર 350 રૂપિયા સુધીની ચેનલ ફ્રી મળે છે. આ પ્લાનની ખાસિયત છે કે તેમાં મોટા ભાગના ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન પણ મળે છે. 1599 રૂપિયાના પ્લાનમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હોટસ્ટારનું સબ્સક્રિપ્શન મળે છે. 


આ પણ વાંચોઃ Vivo ના આ 5G Smartphone પર મળી રહ્યું છે તગડું ડિસ્કાઉન્ટ, જાણો ઓફર


શું છે એરટેલ બ્લેક?
Airtel Black combine સર્વિસ પ્લાન છે. જેમાં યૂઝર્સને અનેક પ્રકારના લાભ મળે છે. જેમાં તમે એક બિલ હેઠળ કંપનીની અલગ-અલગ સર્વિસનો ફાયદો ઉઠાવી શકો છો. જો તમને જૂનો પ્લાન પસંદ ન હોય તો તમે ખુદનો પ્લાન બનાવી શકો છો. Airtel Black માં Xstream Fibre, Airtel Digital TV અને Postpaid Number ને મર્જ કરવાની સુવિધા હોય છે. તેમાં જો કોઈ ફરિયાદ હોય તો એક સર્વિસ સેન્ટર પર સુવિધા મળે છે. જેથી તમારી ફરિયાદનું નિવારણ જલદી થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube