Jio અને Vi ને ટક્કર આપવા માટે Airtel એ લોન્ચ કર્યા 3 ધાંસૂ પ્લાન, સાથે મળશે OTT પ્લેટફોર્મનું ફ્રી સબ્સક્રિપ્શન
ભારતીય એરટેલ ત્રણ નવા Disney+ Hotstar અને Amazon Prime Video ના સબ્સક્રિપ્શન સાથે આવ્યા છે.
નવી દિલ્હીઃ Reliance Jio અને Vodafone Idea ને ટક્કર આપવા માટે ભારતીય એરટેલ (Bharti Airtel) એ ત્રણ પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે. મગત્વનું છે કે રિલાયન્સ જીયોએ 31 ઓગસ્ટ, 2021ના નવા ડિઝ્ની+હોટસ્ટાર પ્રીપેડ પ્લાન રજૂ કર્યા છે. એવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે ડિઝ્ની+હોટસ્ટારની સબ્સક્રિપ્શન પ્રાઇઝ સપ્ટેમ્બર મહિનાથી વધુ ગઈ છે. આ કડીમાં એરટેલે પણ પોતાના યૂઝર્સો માટે 499 રૂપિયા, 699 રૂપિયા અને 2798 રૂપિયાના પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે. ખાસ વાત છે કે એરટેલના આ પ્લાન્સની સાથે તમને માત્ર Disney+ Hotstar જ નહીં પરંતુ અન્ય ઘણા OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આ સાથે પ્લામાં તમને ડેટા અને ફ્રી કોલિંગની સુવિધા પણ મળશે. તો આવો જાણીએ આ પ્લાન વિશે તમામ માહિતી..
Airtel ના નવા પ્લાન
ભારતીય એરટેલ ત્રણ નવા Disney+ Hotstar અને Amazon Prime Video ના સબ્સક્રિપ્શન સાથે આવ્યા છે.
Airtel નો 499 રૂપિયાનો પ્લાન
Disney+ Hotstar ની સાથે આવનારા એરટેલનો પ્રથમ પ્લાન 499 રૂપિયાનો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે અને તેની સાથે ડિઝ્ની+હોટસ્ટારનું મોબાઇલ-ઓનલી પ્લાનનું સબ્સક્રિપ્શન મળશે. આ સાથે તમને પ્લાનમાં દરરોજ 3જીબી ડેટા, ફ્રી કોલિંગ અને દરરોજ 100 SMS ની સુવિધા મળશે. આ પ્લાનમાં યૂઝર્સને એરટેલ થેંક્સનો લાભ પણ મળશે, જેમાં ગ્રાહકોને એેમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલ વર્ઝન, એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમ, ફ્રી હેલોટ્યૂન્સ, વિંક મ્યૂઝિક, શો એકેડમી, એપોલો 24/7 સર્કિલ અને ફાસ્ટટેગ રિચાર્જ કરાવવા પર 100 રૂપિયાનું કેશબેક મળશે.
આ પણ વાંચોઃ Nokia G50 હશે કંપનીનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, મળશે આ શાનદાર ફીચર
Airtel નો 699 રૂપિયા અને 2798 રૂપિયાનો પ્લાન
ભારતીય એરટેલે 699 રૂપિયા અને 2798 રૂપિયાના નવા બે પ્રીપેડ પ્લાન રજૂ કર્યા છે. આ બંને પ્લાન યૂઝર્સને દરરોજ 2જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ આપશે. 699 રૂપિયા અને 2798 રૂપિયાનો પ્લાન ક્રમશઃ 56 દિવસ અને 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. સાથે પ્લાનમાં યૂઝર્સને એરટેલ થેંક્સનો લાભ પણ મળશે, જેમાં ગ્રાહકોને એેમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલ વર્ઝન, એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમ, ફ્રી હેલોટ્યૂન્સ, વિંક મ્યૂઝિક, શો એકેડમી, એપોલો 24/7 સર્કિલ અને ફાસ્ટટેગ રિચાર્જ કરાવવા પર 100 રૂપિયાનું કેશબેક મળશે.
અંતમાં તમને જણાવી દઈએ કે યૂઝર્સને આ બધા પ્લાન્સની Disney+ Hotstar મોબાઇલ-ઓનલી પ્લાનનું સબ્સક્રિપ્શન મળશે. મહત્વનું છે કે Disney+ Hotstar મોબાઇલ-ઓનલી પ્લાનના સબ્સક્રિપ્શનની કિંમત 499 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube