નવી દિલ્હી: ટેલિકોમ કંપની ભારતી એરટેલે પોતાના પ્રી-પેડ ગ્રાહકો માટે બાંગ્લાદેશ તથા નેપાળ માટે આઇએસડી કોલ દર 75 ટકા સુધી કામ કરી રહી છે. કંપનીના ગ્રાહકોને હવે કોલ દરમાં ઘટાડાને લઇને કોઇ વિશેષ રિચાર્જની જરૂર નથી. એરટેલે એક નિવેદનમાં કહ્યું 'હવે બાંગ્લાદેશ માટે કોલ દર ફક્ત 2.99 રૂપિયા પ્રતિ મિનિટ હશે જે પહેલાં 12 રૂપિયા પ્રતિ મિનિટ હતી. આ 75 ટકા ઘટાડાને બતાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેપાળ માટે કોલ દર 7.99 રૂપિયા પ્રતિ મિનિટ હશે જે પહેલાં 13 રૂપિયા મિનિટ હતી. આ લગભગ 40 ટકા ઘટાડાને બતાવે છે. કંપનીને દાવો કર્યો કે હાલ એરટેલના પ્રીપેડ ગ્રાહકો માટે ઉપલબ્ધ આઇએસડી કોલના આ દર ઉદ્યોગમાં સૌથી ઓછા છે અને બાંગ્લાદેશ અને નેપાળમાં પોતાના પ્રિયજનોને કોલ કરવા માટે કોઇ અલગથી વિશેષ રિચાર્જ પણ જરૂર નથી. એરટેલની ભારતમાં ગ્રાહકોની સંખ્યા 28 કરોડથી વધુ છે. જોકે, ટેલિકોમ નિયામક ટ્રાઇના નિયમોના અનુસાર જાન્યુઆરી અંતમં તેના મોબાઇલ ગ્રાહકોની સંખ્યા લગભગ 34 કરોડ હતી. 


એરટેલ (Airtel) એ પોતાના ગ્રાહકોને આકર્ષિત કરવા માટે નવી પહેલ કરી છે. એરટેલે પોતના યૂજર્સ માટે વાઇ-ફાઇ ઝોન સર્વિસ શરૂ કરી છે. તેના હેઠળ કંપનીએ દેશભરમાં 500 જગ્યાએ વાઇફાઇ હોટસ્પોટ તૈયાર કર્યા છે. ફ્રી ઇન્ટરનેટની એવી જ સર્વિસ રિલાયન્સ જિયો પણ પોતાના ગ્રાહકોને જિયો નેટ દ્વારા આપે છે. એરટેલની વાઇ-ફાઇ ઝોન પણ એવું જ કંઇક છે. એરટેલ પ્રીપેડ ગ્રાહક ફ્રીમાં આ સર્વિસનો લાભ ઉઠાવી શકે છે.