નવી દિલ્હી: એરટેલે પ્રીપેડ પ્લાન્સ માટે ટેરિફ વધારાની જાહેરાત કરી છે. હાલના ટેરિફ વધારાથી એરટેલને 200 રૂપિયાના એવરેજ રેવન્યૂ પર યૂઝર  (ARPU) ના નિશાન સુધી પહોંચવાના પોતાના સપનાને સાકાર કરવામાં મદદ મળશે. એરટેલે વોડાફોન-આઈડિયા અને રિલાયન્સ જિયો કરતા ટેરિફમાં વધારો કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે એરટેલના આ વધારા બાદ વોડાફોન-આઈડિયા પણ આ પગલું ભરે છે કે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

79 રૂપિયાવાળો પ્લાન થયો 99 રૂપિયાનો
બેસ પ્લાન જે 79 રૂપિયાનો આવતો હતો તે હવે 99 રૂપિયામાં ઉપલબ્ધ થશે. એરટેલ તરફથી કરાયેલી જાહેરાત પ્રમાણેના નવા ટેરિફ દરો 26 નવેમ્બરથી લાગૂ થશે. બેસ પ્લાનની સાથે સાથે એરટેલે યૂઝર્સ માટે બેનિફિટ્સ પણ વધાર્યા છે. 99 રૂપિયાના પ્લાનમાં 99 રૂપિયાનો ટોકટાઈમ અને 200 એમબી ડેટા સામેલ હશે. 


ડેટા વાઉચરની પણ કિંમત વધારી
149 રૂપિયાના પ્લાનને 179 રૂપિયા સુધી વધારવામાં આવ્યો છે. Airtel નો સૌથી લોકપ્રિય પ્લાન 598 રૂપિયાવાળો પ્લાન હવે 719 રૂપિયામાં ઉપલબ્ધ છે. ડેટા વાઉચરની કિંમતમાં પણ વધારો કરાયો છે. 48 રૂપિયા, 98 રૂપિયા અને 251 રૂપિયાના વાઉચર હવે 58 રૂપિયા, 118 રૂપિયા અને 301 રૂપિયામાં ઉપલબ્ધ થશે. તમામ યોજનાઓના લાભ યથાવત રહેશે પરંતુ હવે તે મોંઘા ભાવ પર ઉપલબ્ધ થશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube