365 દિવસ દરરોજ 2.5GB ડેટા, હોટસ્ટાર અને પ્રાઇમ વીડિયો ફ્રી, જાણો 10 સૌથી શાનદાર પ્લાન
નવા વર્ષમાં તમે એક વર્ષની વેલિડિટીવાળું રિચાર્જ કરાવી શકો છો. જેથી તમારે વારંવાર રિચાર્જ કરાવવું પડશે નહીં અને તમને શાનદાર લાભ પણ મળશે. આ સાથે જો કંપની વર્ષ દરમિયાન ટેરિફ પ્લાનમાં વધારો કરે તો પણ તમારે ચિંતા રહેશે નહીં.
નવી દિલ્હીઃ નવા વર્ષમાં તમારે એક વર્ષ સુધી રિચાર્જ કરાવવું પડશે નહીં અને તમે 365 દિવસ સુધી ચિંતા વગર ડેટા, અનલિમિટેડ કોલ્સ અને ડિઝ્ની+હોટસ્ટાર તથા એમેઝોન પ્રાઇમ વીડિયોનો આનંદ લઈશ કો છો. આજે નવા વર્ષનો પહેલો દિવસ છે અને તમે આજે દરેક વાર્ષિક પ્લાનની માહિતી મેળવી શકો છો. જેનાથી તમારે વારંવાર રિચાર્જ કરાવવાની જરૂર પડશે નહીં. આ સાથે જો કંપની વર્ષ દરમિયાન ટેરિફ પ્લાનમાં કોઈ વધારો કરે તો પણ તમારે ચિંતા રહેશે નહીં. આજે અમે તમને દરેક કંપનીના એક વર્ષ ચાલતા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ.
1. એરટેલનો 3359 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
કંપનીનો સૌથી મોંઘો પ્લાન 3359 રૂપિયાનો છે જેમાં તમને દરરોજ 2.5 જીબી ડેટા, 100 એસએમએસ અને અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા મળે છે. આ પ્લાનની વેલિડિટી એક વર્ષની છે. આ પ્લાનમાં યૂઝર્સને 1 વર્ષનું પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન અને ડિઝ્ની પ્લસ હોટસ્ટારનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે.
2. એરટેલનો 2999 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
જો તમે એરટેલનું 2999 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમને 265 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 એસએમએસ અને 2.5 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં તમને ફાસ્ટેગ પર 100 રૂપિયાનું કેશબેક, ફ્રી હેલોટ્યૂન્સ અને ફ્રી વિંક મ્યૂઝિકનો બેનિફિટ્સ પણ મળે છે.
આ પણ વાંચોઃ Rishabh Pant Accident: કાર ચલાવતી વખતે નહી આવે ઝોકું, બસ યાદ રાખો આ 5 જુગાડ
3. એરટેલનો 1799 રૂપિયાનો પ્લાન
વોડાફોનની જેમ એરટેલ પણ 1799 રૂપિયામાં પોતાના ગ્રાહકોને 365 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ વોઇસ કોલ અને દરરોજ 100 એસએમએસનો લાભ આપે છે. આ સાથે તમને 24 જીબી ડેટા મળે છે, જેનો તમે એક વર્ષમાં ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. આ પ્લાનમાં તમને ફાસ્ટેગ પર 100 રૂપિયાનું કેશબેક, ફ્રી હેલોટ્યૂન્સ અને ફ્રી વિંક મ્યૂઝિકનો બેનિફિટ્સ પણ મળે છે.
રિલાયન્સ જિયોના 365 દિવસની વેલિડિટીવાળો પ્લાન
1. જિયોનો 2999 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
જો તમે 2999 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તેમાં તમને 365 દિવસ સુધી 2.5 જીબી ડેટા, દરરોજ 100 100 s.m.s અને અનલિમિટેડ વોઇસ કોલ મળે છે. નવા વર્ષ પર જિયો આ પ્લાન પર યૂઝર્સને 23 દિવસની વધારાની વેલિડિટી અને 75 જીબી એક્સ્ટ્રા ડેટા ઓફર કરી રહ્યું છે. આ પ્લાનમાં તમને દરેક જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે.
2. જિયોનો 2879 રૂપિયાનો પ્લાન
365 દિવસની સુવિધાવાળુ રિચાર્જ કરાવવા ઈચ્છો છો તો તે માટે તમારે 2879 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. તેમાં તમને દરરોજ 2જીબી ડેટા, દરરોજ 100 100 s.m.s અને અનલિમિટેડ વોઇસ કોલનો લાભ મળે છે. આ પ્લાનમાં કંપની તમને જિયો ટીવી, જિયો સિક્યોરિટી, જિયો ક્લાઉડ જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
આ પણ વાંચોઃ પૈસા વસૂલ ઓફર! ₹9499 માં ખરીદો 44 હજારનો Pixel 6a, નવા વર્ષમાં 5G થઈ જશે સ્માર્ટફોન
3. જિયોનો 2023 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
રિલાયન્સ જિયો સૌથી સસ્તા લોન્ગ ટર્મ પ્લાન ઓફર કરી રહ્યું છે. કંપનીએ નવા વર્ષ પર યૂઝર્સ માટે 2023 રૂપિયાનો ખાસ પ્લાન રજૂ કર્યો છે. તેમાં જિયોના ગ્રાહકોને દરરોજ 2.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ મળશે. આ પ્લાનમાં તમને 252 દિવસની વેલિડિટી મળશે.
વોડાફોન-આઈડિયાના પ્લાન
1. વોડાફોનના 2899 રૂપિયાના પ્લાનમાં તમને 365 દિવસ સુધી, દરરોજ 100 એસએમએસ, અનલિમિટેડ વોઇસ કોલ અને 850 જીબી ડેટા મળે છે. આ પ્લાનની ખાસ વાત છે કે તેમાં તમે એક દિવસમાં ગમે એટલો ડેટા વાપસી શકો છો. એટલે કે આ પ્લાનમાં ડેટાની કોઈ લિમિટ નથી. તમે તમારા યૂઝ પ્રમાણે ડેટાનો વપરાશ કરી શકો છો. આ પ્લાનમાં વીઆઈ મૂવીઝ, અને ટીવી તથા ડેટા ડિલાઇટ્સ જેવા બેનિફિટ્સ પણ મળે છે.
આ પણ વાંચો- CES 2023: જલદી જોવા મળશે ઉડતી ઈલેક્ટ્રિક કાર, 4 લોકો આરામથી બેસી શકશે
2. વીઆઈનો 1799 રૂપિયાનો પ્લાન
એવા લોકો જેને ડેટાની વધુ જરૂર પડતી નથી તેના માટે વોડાફોન પાસે એક ખાસ પ્લાન છે. કંપની પોતાના યૂઝર્સ માટે 1799 રૂપિયાનો એક પ્લાન રજૂ કરે છે. તેમાં 365 દિવસ સુધી અનલિમિટેડ વોઇસ કોલ અને દરરોજ 100 એસએમએસ મળે છે. સાથે તમને 24 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં વીઆઈ મૂવીઝ, અને ટીવી તથા ડેટા ડિલાઇટ્સ જેવા બેનિફિટ્સ પણ મળે છે.
3. વીઆઈનો 3099 રૂપિયાનો પ્લાન
વીઆઈનો 3099 રૂપિયાનો પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે એટલે કે આ પ્લાનમાં તમારે દરરોજ 8 રૂપિયાનો ખર્ચ આવશે. પ્લાનમાં 2 જીબી ડેટા, દરરોજ 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. પ્લાનમાં એડિશનલ બેનિફિટ્સમાં બિંઝ ઓલ નાઇટ, વીકેન્ડ ડેટા રોલઓવર, વીઆઈ મૂવી અને ટીવી, એક વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટાર ફ્રી મળે છે. આ પ્લાનમાં કંપની 75જીબી વધારાનો ડેટા આપી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube